વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીના એઆઈએસએ ગ્રુપ દ્વારા ટેબલેટ ની ફી ભર્યા છતાં વિદ્યાર્થીઓને ટેબલેટ ના મળવાથી રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત પૂર્વ જી.એસ નિતીનસિંહ બરાડ અને પૂર્વ પ્રમુખ મહાવીર રાજ કરી હતી તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે એફવાયના વિદ્યાર્થીઓને 1000રૂ જમા કરાવીને ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે.
જેમાં 2019- 20માં જે વિદ્યાર્થીઓ એ એડમિશન લીધા હતા તે વિદ્યાર્થીઓ એ પણ યુનિવર્સિટી ના ખાતામાં 1000રૂ ભર્યા હતા. જેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને આજની તારીખમાં 1.5 વર્ષ પછી પણ ટેબ્લેટ પ્રાપ્ત થયા નથી.
ત્યારે એઆઈએસએ ગ્રુપ દ્વારા ટેબલેટ અંગે યુનિવર્સિટી માં 3 વખત ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ બે વાર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પણ જમા કરવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા નથી.
આ અંગે ઘણીવાર રજુઆત પણ કરવામાં આવી છે. આથી યુનિવર્સિટી ને નિવેદન છેકે તેઓ વંચિત રહેલા વિદ્યાર્થીઓને વ્હેલીતકે ટેબ્લેટ વિતરણ કરે અથવા તો 1.5 વર્ષથી યુનિવર્સિટીના ખાતામાં જમા થયેલા રૂપિયા વિદ્યાર્થીઓને પરત કરે તેમ જણાવ્યું હતું.