Vadodara

પ્રેક્ટિસ મેચમાં મેયરને બોલ વાગતા 10 ટાંકા આવ્યા

વડોદરા : આગામી દિવસોમાં સુરત ખાતે રમાનાર મેયર કપ ક્રિકેટ મેચની તૈયારીઓના ભાગરૂપે વડોદરાના મેયર અને કાઉન્સિલરો  પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરેએ ફટકારેલા બોલને રોકવા જતાં મેયર ઘાયલ થયા હતા મોઢા પર બોલ વાગતા દાઢીના ભાગે 10 ટાકા લેવા પડ્યા હતા. સુરત ખાતે મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે રવિવારે સવારે શહેરના ઉંડેરા નજીક આવેલ રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શહેરના મેયર અને કાઉન્સિલરો મેચ પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ દરમિયાન ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે  બેટિંગ કરતા હતા અને તેમની સામે મેયર કેયુર રોકડિયા બોલિંગ કરી રહ્યા હતા ત્યારે શ્રીરંગે મેયરના બોલ પર જોરદાર ફટકો માર્યો હતો.

જેને રોકવા જતાં બોલ મેયર ના મોઢા પર વાગ્યો હતો બોલ જોરથી વાગતા મેયર મેદાન પર ફસડાઈ ઢળી પડયા હતા  મોઢું લોહીલુહાણ થઇ ગયું હતું જેને પગલે મેયર કેયુર રોકડિયાને  તાત્કાલીક સારવાર માટે ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં હાજર તબીબોએ તેમના મોઢા ઉપર છ ટાકા  લીધા હતા ત્યારબાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં અને મેયરના વોર્ડમાં રમાયેલ પ્રેક્ટિસ મેચ દરમિયાન શ્રીરંગ રાજેશ આયરે ના જોરદાર ફટકાને  રોકવા જતાં મેયર ઇજાગ્રસ્ત થયા હતા શ્રીરંગ આયરેના પિતા રાજેશ આયરે વિસ્તારના કદાવર નેતા છે અને આગામી વિધાનસભા ચૂંટણી માં સયાજીગંજ વિધાનસભાના પ્રબળ દાવેદાર છે તો બીજી મેયર કેયુર રોકડિયા પણ સયાજીગંજ વિધાનસભા ચૂંટણીમાં દાવેદાર પૈકી ના એક મનાય છે.

શ્રીરંગનો કેચ કરવાનું ચૂક્યા અને બોલ વાગ્યો
રિલાયન્સ મેદાન પર મેચ પ્રેક્ટિસ દરમિયાન મેયર કેયુર રોકડીયાએ શ્રીરંગ આયરે સામે બોલિંગ નાખી હતી ત્યારે મેયરના બોલને શ્રીરંગ આયરે દ્વારા ફટકો મારવા જતા બોલ દૂર હવામા ઊંચો ગયો હતો મીડલ ઓફ શોર્ટલેગ અને સ્કવેર લેગની વચ્ચે ઉછળ્યો હતો. શ્રીરંગના કેચને દોડીને પકડવા જતાં તડકામાં મેયરની આંખો અંજાઈ ગઈ હતી અને બોલ સીધો મોઢા અને દાઢી વચ્ચે લોહીલુહાણ થઈ ગયા હતા. મોઢાના બહારના ભાગે 7 ટાંકા અને અંદરના ભાગે 3 ટાંકા લેવા પડ્યા હતા.

Most Popular

To Top