વડોદરા : વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ સાઈ શુકન રેસિડેન્સીમાં મકાનો ખરીદ કર્યા બાદ બુકીંગ સમયે જાહેરાતના બ્રોસરમાં દર્શાવેલી ક્લબ હાઉસ, ચાઈલ્ડ પ્લે એરિયા,લાઈબ્રેરી એમ્પીથિયેટર સહિતની સુવિધાઓ આજદિન સુધીમાં બિલ્ડર દ્વારા આપવામાં નહીં આવતા રોષે ભરાયેલા ફ્લેટના રહીશોએ થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ ફાયર સેફટીના સાધનો ટેસ્ટિંગ કર્યા વિના જ લગાવી દઈ તેનું સર્ટિફિકેટ પણ મેળવી લીધું હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
વડોદરામાં લોભામણી જાહેરાતો જોઈ મકાનો ખરીદ કર્યા બાદ યોગ્ય સુવિધાઓ બિલ્ડર દ્વારા આપવામાં નહીં આવતા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.જોકે સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા રેરા ,પીએમઓ તેમજ મ્યુ.કમિશનરને પણ બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાજમહેલ રોડ પર આવેલ સાઈ શુકન રેસીડેન્સીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા બિલ્ડર વિરૂધ્ધ થાળી વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.વર્ષ 2015 માં મકાન બુકિંગ કરાવતી વખતે જે સુવિધાઓ બતાવવામાં આવી હતી.તે આગામી ત્રણ વર્ષમાં અહીં મકાન લેતા તમામ લોકોને આ સુવિધા મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી.આજે આ વાતને 5 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પણ સાઈ શુકન રેસીડેન્સી માં ક્લબ હાઉસ, ચાઈલ્ડ પ્લે એરીયા,લાઇબ્રેરી,જીમ સહિતની સુવિધાઓ આપવામાં આવી નથી. સાથે સાથે પાંચ વર્ષમાં મકાનોમાં તિરાડો પડવાથી તેમાંથી પાણી ટપકવા લાગ્યું છે.
જ્યારે બીજી તરફ અહીં ફાયર સેફટીના સાધનો લગાવ્યા છે.જેનું ટેસ્ટિંગ કર્યા વિના લગાવી દીધા અને તેનું સર્ટિફિકેટ ( એનઓસી ) પણ ફાયરવિભાગ પાસેથી મેળવી લીધી હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત ફ્લેટ ખરીદ કરતી વખતે બ્રોસરમાં જે જગ્યા બતાવાઈ હતી.તે જગ્યા પર રહીશોને અપાતી સુવિધા બાકાત કરી ફેજ 2 કરીને અન્ય બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવી છે.અને તેમાં રહેતા લોકોને તમામ સુવિધાઓ આપવામાં આવી છે.જ્યારે ફેજ 1 માં રહેતા લોકોને આ સુવિધાઓથી વંચિત રખાયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.આ મામલે રેરા ,પીએમઓ તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને પણ ફરિયાદ કરી છે.બિલ્ડરને વારંવાર રજુઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સાઈ શુકન રેસિડેન્સીના રહીશોએ ભેગા થઈ થાળી વેલણ વગાડી ઉગ્ર સુત્રોચાર કરી બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બિલ્ડરે પ્રોપર પાર્કિંગ પણ નથી આવ્યું
સાંઈ શુકનના બિલ્ડર રોશન કાળેકરેએ જેતે વખતે અમે આ ફ્લેટ ખરીદ્યો તે વખતે બ્રોશરમાં જે સુવિધાઓ બતાવી હતી જેમકે ક્લબ હાઉસ ,ચાઈલ્ડ પ્લે એરીયા, પરંતુ છેલ્લા ચાર વર્ષથી અમે અહીંયા રહીએ છે આ કોઈ સુવિધા અમને આપી નથી.આ ઉપરાંત અમારા ઘરોમાં પાણીની તકલીફ છે. ઘરમાં લીકેજ થાય છે. એપાર્ટમેન્ટમાં પ્રોપર પાર્કિંગ નથી આપ્યું. આજદિન સુધીમાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી આની માટે અમે રેરા મા પણ ફરિયાદ કરી છે.
– તેજલબેન મોહિતકુમાર રાણા, રહેવાસી
રેસિડેન્સીમાં ફાયર સિસ્ટમ પણ નથી
ફેજ 2 કરીને એક નવું બિલ્ડીંગ દર્શાવ્યું છે. જ્યારે ફેજ 1 ને કોઈ સુવિધા આપી નથી. જેથી કરીને આજે અમે તમામ રહીશોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું છે અને ન્યાય મળે તે માટે અમે રેરામા પણ કેસ કર્યો છે. પીએમઓમાં પણ કેસ કર્યો છે. અમારી ફાયર સિસ્ટમ પણ બરાબર નથી.જેનો કોઈ ટેસ્ટ કર્યો નથી. જે બાબતે મ્યુનિ,કમિ.શાલિની અગ્રવાલ અને મેયરને પણ પત્ર લખ્યો છે તેમજ ફાયર વિભાગમાં પણ પત્ર લખી આ બાબતે જાણ કરી છે. – ઉમેશભાઈ શાહ, ફ્લેટ મેમ્બર
ફેજ 1ના રહીશો સાથે અન્યાય કરાયો
ટેસ્ટિંગ વિના ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ કરાવી દે છે અને તેનું સર્ટિફિકેટ પણ તેને મળી ગયું છે.પરંતુ જે અહીંયા જોઈએ તે પ્રકારે ફાયર સિસ્ટમ નથી. નવી જે બિલ્ડીંગ બનાવી એમાં બરાબર ફાયર સિસ્ટમ લગાવી છે.પરંતુ ફેજ 1 ના જ રહીશોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.રેરામાં પણ કેસ કર્યો છે.પણ ત્યાંથી પણ કોઈ બરાબર ન્યાય મળ્યો નથી.પરંતુ અમને આશા છે કે રેરા અમારી રજૂઆતને ધ્યાને લઇ ન્યાય આપશે. – પ્રદીપભાઈ, ફ્લેટના રહીશ