SURAT

લગ્નસરામાં આવેલા NRI કોવિડ બોમ્બ બને તેવો ડર, સુરતના તબીબોએ આ આશંકા વ્યક્ત કરી

સુરત : સુરત (Surat) શહેરના તમામ તજજ્ઞ તબીબો (Doctors) હાલમાં જો ઓમિક્રોમનું (Omicron) સંક્રમણ થાય તો શું કરવું તે માટે સજ્જ થઇને બેઠા છે. શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી સતત રોજના એક કે બે કેસ નોંધાતા હતાં જેમાં છેલ્લા ત્રણ દિવસથી ઊછાળો જોવા મળ્યો છે. ત્રણ દિવસમાં આશરે 25 કેસ નોંધાયા છે. શહેરના જાણીતા કોવીડ (Covid) રોગના નિષ્ણાતોનો અભિપ્રાય (Experts Opinion) મેળવાયો ત્યારે તેમાં તેમના રિસર્ચમાં (Research) કેટલાંક કોમન મુદ્દાઓ નીકળ્યાં છે. તેમાં ડો સમીર ગામી (Dr. Samir gami) અને અને ડો. ચિરાગ છતવાણી સાથે થયેલી વાતચીતમાં ઓમિક્રોનમાં કેટલાક કોમન મુદાઓ નીકળ્યા છે.

  • ઓમિક્રોમમાં 40 કરતાં વધારે મ્યૂટેન છે.
  • ઓમિક્રોમના આ 50 મ્યૂટેનમાંથી 35 મ્યૂટેન્ટ તે અત્યંત ચેપી સ્વરૂપ ધરાવે છે.
  • તેથી ઘરમાં જો કોઇ એક વ્યકિતને કોવીડ આવે તેવા સંજોગોમાં ઘરમાં અન્ય લોકો પણ આ ચેપની અડફેટમાં આવી શકે છે
  • હાલમાં અચાનક જે રીતે કોવિડમાં (Covid) વધારો થયો છે તે શંકાના દાયરામાં છે.
  • હાલમાં ડેલ્ટા વેરિયન્ટ (Delta variant) કોવિડ શહેરમાં જોવા મળી રહ્યો છે.
  • સુરત અને આસપાસના જિલ્લાઓમાં જે કેસો કોવિડના આવી રહ્યા છે તેમાં મોટો ભાગના કેસોમાં એનઆરઆઇનો (NRI) સંસર્ગ જોવા મળી રહ્યો છે
  • લગ્નસરાને કારણે શહેરમાં આ રોગ વ્યાપક બનવાની શકયતા છે.

શું કહે છે ડો સમીર ગામી

ડો સમીર ગામીએ જણાવ્યું કે લગ્નસરા સીઝનમાં યુરોપ (Europe) અને અન્ય દેશોમાંથી એનઆરઆઇ આવ્યા છે. તેઓ આ રોગ વધારે ફેલાવી શકે તેમ છે. દરમિયાન હાલમાં કોવિડના વાયરસમાં મ્યૂટેને વીસ ટકા જેટલુ તેનુ સ્વરૂપ બદલ્યુ છે તેથી તેમાં ચેપીપણુ વધારે જોવા મળી રહ્યુ છે. જાન્યુઆરી સુધીમાં કોવિડ વ્યાપક થવાની દહેશત છે.

શું કહે છે ડો ચિરાગ છતવાણી

ડો ચિરાગ છતવાણીએ જણાવ્યુંકે કોવિડનું પ્રમાણ અચાનક વધ્યુ છે. હાલમાં વીસ થી પચ્ચીસ કેસો રોજ જોવા મળી રહ્યા છે. દરમિયાન આવતા દિવસોમાં આ કેસ વધવાની શકયતા છે. હાલમાં પરિસ્થિતી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓમિક્રોમનુ આગમન શહેરમાં થાયતો નવાઇ લગાડવા જેવુ રહેશે નહી પરંતુ હાલમાં લોકો એલર્ટ થાય તે જરૂરી છે.

Most Popular

To Top