Madhya Gujarat

ગ્લોબલ વોર્મિંગમાં ધાન્યની અછત સર્જાવવાનો ભય !

આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા સોમવારના રોજ મિલેટ ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોમસાયન્સના ડો. વી.એમ. પટેલે ગ્લોબલ વોર્મિંગના કારણે 2030ના ગાળામાં ધાન્યની અછત સર્જાવવાનો ભય વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, બદલાતા વાતાવરણમાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન ઘટી રહ્યું છે. બીજી તરફ વસતી પણ વધી રહી છે. આથી ધાન્યના ઉત્પાદન તરફ વળવું જોઈએ. બાજરી, જવ, રાગી, કોદરી, સામો મોરૈયો વિગેરે ધાન્ય બદલાતા વાતાવરણમાં સરળતાથી ઉગાડી શકાય છે. તેમાં રહેલા પૌષક તત્વોથી રોગો દુર રહે છે. આથી, રોજીંદા ખોરાકમાં તેનું પ્રમાણ વધારવું જોઈએ.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. તથા જી20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 10 કલાક થી રાત્રે 10 કલાક દરમિયાન મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલમાં મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ, પરંપરાગત વાનગીઓ અને હસ્તકલાની વસ્તુઓના આશરે 46 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હશે જેમાં પ્રદર્શન અને વેચાણ થશે.

આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સત્ર સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો નીરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચારુતર વિદ્યામંડલના પ્રમુખ ભીખુભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે આણંદ કલેકટર ડી. એસ. ગઢવી ઉપરાંત મહેમાન તરીકે બ્રહ્માકુમારી આણંદ એકમના જાગૃતિબેન, સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રો. વિનાયક પટેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

તેઓએ મિલેટ્સના મહત્વ વિષે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ભારતમાં ઘઉના ઉત્પાદનથી ભૂખમરો ગયો. પરંતુ ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. તેના ઉપાય સ્વરૂપે તેઓએ ઘઉની જગ્યાએ મિલેટ્સ એટલેકે ધાન્યનો આહારમાં ઉપયોગ વધારવાની વાત કરી હતી. આ ઉપરાંત ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં મિલેટ્સનો ઉપયોગ થાય છે. પરંતુ શહેરી વિસ્તારમાં આ બાબતની જાગૃતતા લાવવી જોઈશે. જે આ કાર્યક્રમ દ્વારા આવશે.
આણંદ કલેકટર ડી. એસ. ગઢવીએ મિલેટ્સને નવી પેઢીમાં પ્રચલિત કરવી જઈએ તે વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ બર્થડે ગિફ્ટ તરીકે 1 કિલો બાજરીનો લોટ આપવો જોઈએ. જેથી તેની કુલેર બનાવી ખાઈ શકાય. આ ઉપરાંત સેન્ડવીચ અને બ્રેડની જગ્યાએ રોટલાનું સેવન કરાવી આનો પ્રચાર પ્રસાર કરી શકાય. આ સમારંભના અંતે પ્રો. નમ્રતા કોલાએ આભાર વિધિ કરી હતી.

ખાટી ભીડીના ફુલના રસમાં હિમોગ્લોબીન ભરપુર હોય છે
સરદાર પટેલ યુનિવર્સીટીના મિલેટ ફેસ્ટીવલમાં ભુમિ પ્રોડક્સ કલેક્ટીવ દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલમાં બહેનોના જુથ દ્વારા જંગલમાંથી લાવવામાં આવેલી વસ્તુ પ્રદર્શીત કરવામાં આવી હતી. જેમાં હિમોગ્લોબીન અને વિટામીન સી ભરપુર ખાટી ભીંડીના ફુલના રસને ગોળ અને સંચળ મેળવી શરબત બનાવવમાં આવ્યું હતું. ખાટી ભીડી ઊષ્ણ કટિબધમાં આવેલા લગભગ બધા દેશોમા થતો છોડ છે. ભારતમાં તેની ઘણી બધી જાત નોંધાયેલી છે પણ તેમાની મોટાભાગની જાતનો ઉપયોગ તેના છોડમાંથી શણ જેવા રેસા મેળવી તેમાથી દોરડા, જાડા કાપડ, કોથળા વગેરે માટે થાય છે. વધુ પ્રમાણમા રેસા આપતી જાતો ફળ મેળવવા માટે ખાસ ઉપયોગી નથી. જોકે ખાટી ભીડી તરીકે ઓળખાતો ફળ પર લાલ પાખડી ધરાવતો છોડ ખોરાક અને વિવિધ બનાવટો માટે ઉપયોગી છે.

ખાટી ભીંડીના પાંદડા અને તેના ફળપર આવરણ તરીકે રહેતી માવાદાર લાલ રગની પાખડી ખોરાક અને દવા તરીકે વિશ્વના ઉષ્ણ કટિબધના દેશોમા મોટા પાયે ઉપયોગમા લેવાય છે. તેની પાખડીમાં એન્ટી-ઓક્સીડન્ટના સારા એવા પ્રમાણને કારણે કેન્સર, હદયના રોગો અને ચેતાતંત્રમાં રોગોમાં ઉપયોગી ગણાય છે. આમાંથી તૈયાર કરેલા શરબત ખૂબ જ લહેજતદાર, ઠડક અને તાજગી આપનારુ હોય છે. પાખડી સૂકવીને સગ્રહ કરી શકાય છે. જેનો ઉપયોગ દાળ/શાક વગેરેમાં આમલી કે કોકમના બદલે ઉપયોગ થઈ શકે છે આફ્રિકાના દેશોમા તેના પાન અને ફળની પાખડીનો ઉપયોગ હર્બલ ટી બનાવવામા મોટા પાયે થાય છે અને તેને તદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી મનાય છે.તેના છોડ્માથી રેસા મેળવી આદિવાસી લોકો મજબૂત દોરડા બનાવે છે જે તેમને રોજગારી પૂરી પાડે છે.

Most Popular

To Top