Vadodara

પોલીસ પાસેથી તપાસ આંચકીને સીઆઈડીને સોંપાય તેવા ભણકારા

વડોદરા: એસઓજી પીઆઈ અજય દેસાઈનાવપત્નીના ગૂમ થવાના 35 િદવસ બાદ પણ પોલીસને શોધખોળની એક પણ કડી મળી નથી. વડોદરા ઉપરાંત અમદાવાદ પોલીસની પણ મદદ લઈને રાજયભરની પોલીસ ચોતરફ દોડધામ મચાવી રહી છે. રાજયભરની પોલીસ માટે પડકારરૂપ બની ગયેલા પીઆઈની પત્ની ગૂમ થવાના કિસ્સો વધુને  વધુ રહસ્યના  વમળ પેદા કરી રહયો છે.

ગુમ વ્યક્તિ માટે આજ સુધીમાં કયારેય આટલી વિશાળ સંખ્યામાં પોલીસ કાફલાએ દોડધામ મચાવી નહીં હોય. છતાં હવામાં બાચકા ભરી રહયા હોય તેમ કોઈ જ કડી સંકળાતી ન હોવાથી તંત્ર ખુદ હચમચી ગયુ છે. તપાસના સપ્તાહ બાદ જાગૃતૃ નાગરીકે પોલીસને બાતમી આવી હતી કે,અમદાવાદથી આબુ જતી ટ્રેનમાં સ્વીટીબેન જેવા યાત્રી સાથે હતા. ઉચ્ચ અિધકારી સહિતના કાફલાએ અમદાવાદ રેલવે સ્ટેશનથી આબુ સુધીના સ્ટેશનો પર ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરી હતી અને સેંકડો સીસીટીવીના ફુટેજ ચકાસવા છતાં કોઈ જ ભાળ મળી ન હતી.

બીજી તરફ પોલીસ સૂત્રો દ્વારા એવુ જાણવા મળ્યું કેસ્વીટીબેનના ભાઈ અને માતાને હજુ પણ પીઆઈ દેસાઈ પર અતુટ વિશ્વાસ છે કે કોઈ અજુગતી ઘટના બનવા દે જ નહીં. પારિવારિક સંબંધોમાં પણ લેશમાત્ર કડવાશ  ન હોવાથી બંને પક્ષના પરિવાર સ્વીટીબેન હેમખેમ મળી જાય તેવી જ આપસમાં ચર્ચાઓ કરી રહયા છે. પીઆઈ અજય દેસાઈની હાલ પણ ઉચ્ચ અિધકારીઓ સઘન પુછતાછ કરી રહયા છે.

એસડીએફનો ટેસ્ટ ત્રણ તબક્કામાં થઈ ગયા બાદ અન્ય ટેસ્ટ હાલ પૂરતી અટકાવવામાં આવતા અનેક અટકળો સંભળાઈ રહી છે. પોલીસના ઉચ્ચ અિધકારીઓ સાથે રાજય સરકાર પણ સતત સંકલનમાં રહીને જટીલ કેસનો તાગ મેળવવા પ્રયાસ કરી રહયા છે. દિન-બ-દિન પેચીદો બની રહેલો સ્વટીબેનના કેસ અંગે ટૂંક સમયમાં ભાળ નહીં મળે તો કદાચ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી દેવાય તો નવાઈ નહીં તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Most Popular

To Top