વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં સાત ગામોના સમાવેશ પૈકી ઉંડેરા ગામનો પણ સમાવેશ કરી વોર્ડ નં 10 નાં વહીવટી વોર્ડમાં સંચાલન માટે આપેલ છે.પરંતુ ઉંડેરા ગામમાં આજ દિન સુધી ગ્રામજનોની સુખાકારી માટે કોઈપણ પ્રકારના વિશેષ કામ કરવામાં આવ્યા નથી.માત્ર ઉંડેરા ગામમાં આકારણી કરીને ગામ પાસેથી તગડો વેરો વસુલવાની તૈયારી પાલિકા તંત્ર કરી રહ્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. વડોદરાના વોર્ડ નંબર 10 માં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવમાં રવિવારે કોઈ ઝેરી પ્રવાહી આવી જવાથી હજારોની સંખ્યામાં નાની મોટી માછલીઓના મોત થયા હતા.
અને તેના માટે પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કામગીરી કરવાના બદલે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જાઓ આરોગ્ય વિભાગમાં જાઓ આ સાહેબને મળો પેલા સાહેબને મળો એવી ખો આપી રહ્યા છે અને આ તળાવમાં મરેલી માછલીઓના કારણે જો કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો એનો ભોગ ગ્રામજનોએ બનવું પડશે. સામાજિક કાર્યકર અબ્દુલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ઉંડેરા વિસ્તારને શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવેલ હોવા છતાં આરોગ્યની જવાબદારી કોયલી પીએસસી એટલે કે જિલ્લા પંચાયત અંતર્ગત દેખરેખ રાખવામાં આવે છે.
હાલમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોનો વાવર છે. ઉંડેરા ગામમાં લાખોની સંખ્યામાં માછલીઓ મરી જવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. જો ઉંડેરા ગામમાં યોગ્ય સુવિધાઓ નહીં અપાય તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા વેરો નહીં ભરવા માટે આહવાન કરા શે.અવાર નવાર અહીંનાઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી પ્રવાહી અને વાતાવરણ પ્રદૂષિત થાય તેવા ઝેરી ગેસ છોડતા હોય છે. જેથી આગામી દિવસોમાં સામાજિક કાર્યકર અબ્દુલ પટેલ દ્વારા યોગ્ય કાનૂની સલાહ પછી સંબંધિત કસૂરવારો વિરુદ્ધ કાયદેસર રીતે આગળ વધવામાં આવશે અને જવાબદારો સામે પગલાં લેવાની સત્તાધિશોને ફરજ પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.