વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુરના ડેભારી રોડ પર આવેલી સુજલામ સુફલામ કેનાલ પર રેલીંગ ન હોવાથી અકસ્માતનો ભય ઉભો થયો છે. અહીં રેલીંગ મુકવા અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ પગલાં ન ભરાતાં રોષની લાગણી જન્મી છે.
વિરપુરના ડેભારી રોડ પર આવેલી સુજલામ સુફલામ્ કેનાલ પરનો બ્રીજ પાસે દસ ફુટ જેટલી રેલીંગ ન હોવાથી ગમે તે સમયે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ઉભો થયો છે. કેનાલ પર કાસોડી ગામે જવાના માર્ગ પર 200 મિટર જેટલા અંતરમાં રેલીંગ મુકી છે. પરંતુ બ્રીજની બાજુમાં જ રેલીંગ ન હોવાથી તથા બાજુમાં જ મોટુ ગાબડુ હોવાથી વાહનચાલકોને વળાંક પાસે સામાન્ય ચુકથી સવાર સાથે આખું વાહન કેનાલની અંદર ખાબકી શકે છે. જેના કારણે મોટી દુર્ઘટના સર્જી શકે છે. કેનાલને અડીને રસ્તા પર ગાબડું પડ્યું હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યુ નથી. કેનાલના બ્રિજ પરની રેલીંગ લઈને સ્થાનીક લોકો દ્વારા અનેક વખત રજુઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ના ધરતા લોકોમાં તંત્ર પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વિરપુરની કેનાલ પર રેલીંગ ન હોવાથી અકસ્માતની ભીતિ
By
Posted on