Charchapatra

દેશમાં આર્થિક સુધારણાના પિતા

કોંગ્રેસ પક્ષમાંથી ચુસ્ત આગેવાની હેઠળ સતત ટર્મ માટે લોકલાગણીને માન આપી વડા પ્રધાન તરીકેની સેવા આપી હતી કે પહેલાં તેઓશ્રીએ રીઝર્વ બેંકના ગવર્નર તરીકેનો હોદ્દો પ્રામાણિકતાથી સંભાળ્યો હતો તેમજ નાણાંમંત્રી તરીકે લોકોપયોગી દેશનું બજેટ પ્રસિધ્ધ કર્યું હતું. દેશને આર્થિક પતનમાંથી બહાર લાવવા અથાગ પ્રયત્નો વડે પ્રામાણિકતા અને બુધ્ધિપૂર્વક દેશનું સુકાન સંભાળી પ્રતિષ્ઠિત મનમોહનસિંઘે જીવનધોરણ ઊંચું લાવવા પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા. આથી ટોચના અર્થશાસ્ત્રીઓમાં તેમની કીર્તિ અગ્રસ્થાને હતી. વિશ્વભરમાં જાણીતા અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે આર્થિક કટોકટીની ચરણસીમાના સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

દેશના વિકાસ માટે તેને અનુરૂપ આર્થિક સુધારાનો પાયો નાંખ્યો હતો. જેને હાલના રાજકાણમાં પણ સરકાર સમર્થન આપી રહ્યા છે. આથી મનમોહનસિંહને આર્થિક સુધારાના પિતા કહેવાય છે. આર્થિક ઉદારીકરણની નીતિઓ અમલમાં મૂકી વિદેશીઓને રોકાણ માટે પ્રોત્સાહન દ્વારા ભારતના બજાર સાથે જોડી વેપાર વાણિજ્યને નવી દિશા આપી વેપારમાં સરકારી હસ્તક્ષેપ ઘટવાથી આયાત નિકાસમાં દેશની નિર્ભરતા વધી છે. આ હતા દેશના ભૂતપૂર્વ બે ટર્મ સમયના વડાપ્રધાન, નાણામંત્રી અને રીઝર્વ બેંકના ગવર્નર આવી લોકપ્રિયતા અને કુશળ કામગીરીને પરિણામે ઉદ્યોગકારોએ ડો. મનમોહનસિંહને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
સુરત     – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શુભચિંતકોની ઓળખ
પ્રત્યેક માનવીની એવી ઈચ્છા હોય છે કે પોતે કરેલા સારા કાર્ય માટે, ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેની પ્રશંસા થાય. કેટલાંક પ્રશંસકો માત્ર ‘વાહ વાહ ‘કરે છે, જ્યારે શુભચિંતકો વખાણની સાથે સાથે નિંદા, દિશાનિર્દેશ,માર્ગદર્શન અને ક્યારેક કડવાં વેણમાં ઠપકો આપવાનો સ્વભાવ ધરાવતા હોય છે. આ ઠપકાને નકારાત્મક દૃષ્ટિએ ન લેતાં સકારાત્મક રીતે અનુસરી તેના ઉપર કાર્ય કરવામાં આવે, તો આ જ કડવાં વચન આગળ જતાં શ્રેષ્ઠ પુરવાર થઈ સ્થાયી સફળતાપ્રાપ્તિમાં મદદરૂપ થઈ શકે છે. શબ્દ ઉપરથી માણસની કિંમત આંકી ન શકાય. લીમડો કડવો અને ખાંડ મીઠી હોય છે, પરંતુ બંનેમાંથી શ્રેષ્ઠતાનો અનુભવ તો લાંબા સમયને અંતે જ થાય છે. એટલે જ કહેવાય છે ને કે, પ્રશંસકો આપને નિઃશંકપણે ઓળખતાં હશે ,પરંતુ સાચાં શુભચિંતકો તો તમારે જ ઓળખવાં પડશે.
સુરત     – દીપ્તિ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top