સુખસર, તા.૧૧
ફતેપુરા તાલુકાના બલૈયા પી.એચ.સી સેન્ટરને સી.એચ.સી નો દરજ્જો આપ્યાને વર્ષો વિતવા છતાં આ દવાખાનામાં સુવિધાનો અભાવ હોવાની સારવાર માટે આવતા દર્દીઓની બુમો ઉઠી રહી છે.જેમાં સામાન્ય દર્દીઓને પૂરતી દવા પણ મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.જ્યારે સી.એસ.સી માં જે સારવાર મળવી જોઈએ તેમાં અભાવ જોવા મળે છે.તેમજ આ સી.એચ.સી સેન્ટરમાં પોસ્ટમોર્ટમ રૂમ બનાવ્યા ને પણ લાંબો સમય થવા છતાં એક પણ પી.એમ કરવામાં આવ્યું નહીં હોવાનું સ્થાનિકો જણાવી આવી રહ્યા છે. મોટાભાગની સારવાર માટે આ દવાખાનામાં આવતા દર્દીઓને જવાબદારો રિફર કરી દઈ પોતાની ફરજ અદા કરતા હોય તેમ પોતાની ફરજ બજાવતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ પી.એચ.સી સેન્ટરને વર્ષ-૨૦૧૬ માં સી.એચ.સી નો દરજ્જો આપવામાં આવેલ છે.અને સી.એચ.સી ના બાંધકામ માટે સાડા ત્રણ કરોડ રૂપિયા પણ મંજૂર કરવામાં આવેલ છે.તેમ છતાં સાત વર્ષ જેટલો સમય વિતવા છતાં આજ દિન સુધી એક ઈંટ પણ મૂકવામાં આવી નથી.આ દવાખાનામાં દર્દી લોકો વિવિધ પ્રકારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.જેમાં અકસ્માત જેવા બનાવોમાં ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જવાતા દર્દીને બારોબાર અન્ય દવાખાનામાં રીફર કરી દેવામાં આવતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળે છે.તેમજ કેટલાક સામાન્ય રોગોની પૂરતી દવા પણ આ દવાખાનામાં મળતી નહીં હોવાનું દર્દીઓ દ્વારા જાણવા મળે છે.જ્યારે કુતરા કરડવા જેવા બનાવોમાં ઇન્જેક્શન વિના સ્થાનિક લોકો અન્ય દવાખાનામાં જવા મજબૂર બની રહ્યા છે.જોકે સી.એચ.સી સેન્ટરમાં જે સુવિધા હોવી જોઈએ તે અહીંયા પૂરતા પ્રમાણમાં જોવા મળતી નથી.અને દર્દીઓ ના છૂટકે અન્ય સરકારી કે ખાનગી દવાખાનાઓ માં સારવાર મેળવવા મજબૂર બની રહ્યા છે. અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, બલૈયા સી.એચ.સી સેન્ટર માં હાલ ૨૫ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.સરકારી દવાખાનાઓ પૈકી ઓછામાં ઓછી ડીલેવરી કેસો નોંધાતા હોય તો તે એકમાત્ર બલૈયા સી.એચ.સી સેન્ટર છે.બલૈયા વિસ્તારના ડીલેવરી કેસો મોટાભાગે આફવા,ફતેપુરા,સુખસર સરકારી દવાખાનામાં અથવા તો ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવતા હોવાનું જાણવા મળે છે.
ફતેપુરાના બલૈયા સી.એચ.સીમાંદવા વિના દર્દીઓને હાલાકી
By
Posted on