ફતેપુરા: ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા ને ઉપલા અધિકારીઓ દ્વારા મળેલ સૂચના ના આધારે પશુઓની હેરાફેરી અને કતલખાને લઇ જવાતા પશુઓને રોકવા આપેલ સુચના આધારે પશુઓની થતી ગેરકાયદેસર હેરાફેરી રોકવા પોલીસ સતર્ક બની હતી . ફતેપુરા પી. એસ. આઈ. સી.બી.બરંડા નાઓ તથા મુકેશકુમાર ઉદેસિંહ માધવા ગામ તરફથી ફતેપુરા ગામ વાળા રસ્તે થઇ રાજસ્થાન તરફ એક બોલેરો પીકઅપ ડાલુ પાડીઓ ભરી રાજસ્થાન મુકામે કતલ કરવા લઇ જનાર છે અને પીક બોલેરાનો નંબર RJ-03-GA-5485 નો દો જે બાતમી આધારે વલુન્ડા તરગોળા ચોકડી જોતા એક ડ્રાઇવર તથા તેની બાજુમા બીજા બે ઇસમો બેઠેલ હોય અને પીકપ ડાલામા જોતા પાછળના ભાગે લાકડાના બે પાટીયા આડા મારેલ હોય જે ખર્સીડી જોતા તેમા પાડીઓ ભરેલ હોય.
જે ગણી જોતા કુલ દસ પાડીઓ ભરેલ હોય અને સદર પાડીઓને પગે તથા મોડે દોરડા બાંધી ખીચોખીચ ભરેલા છે અને પીકપ ડાલામા પાડીઓને પીવડાવવાનું પાણી તેમજ ધાસ ચારો પણ રાખેલ ના હોય અને કતલ ખાને લઇ જવાના ઇરાદે પાડીઓને ભરીને જતા હતા જે પકડાઈ ગયા હતા.કુલ દસ પાડીઓની કિ.રૂ.૧૫ooo/- તથા બોલેરો પીકપ ડાલાની કિંમત રૂ.૨,૫૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ.૨,૬૫,૦૦૦/- નો મુદામાલ સાથે આરોપી (૧)પંકજભાઇ વેલજીભાઈ જાતે થોરી ઉવ.૨૪ રહે. નાલપાડા તા અરયંકા જી.બાસવાડા (૨) કચરાભાઇ મોહનભાઇ જાતે.થોરી ઉ.વ.૨૩ રહે.માધવા ના ફતેપુરા દાહોદ નાઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે