ફતેપુરા: ગોધરા મહાનિરીક્ષક ગોધરા રેન્જ ડી.આઈ.જી એમ.એસ. ભરાડા ,દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસર ,નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ , ઝાલોદ ડિવિઝન ના ઈંસ્પેક્ટર એમ. જી. ડામોર.ના ઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવ નું આયોજન કર્યું હતું.
તેના અનુસંધાને અને તેઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ફતેપુરા પી.એસ.આઇ બરંડા અને અને પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમિયાન પી.એસ.આઈ બરંડાને ખાનગી બાતમી દાર થી બાતમી હકીકત મળેલી છે મુજબ વલુંડીગામ નો આરોપી જેન્તી દલસુખ બરજોડ ફતેપુરા પોલીસ સ્ટેશનના અપહરણનો ગુનેગાર જયંતિ દલસુખ અને ભોગ બનનાર સગીરા બંને પરત આવવાની બાતમી મળતા સદર આરોપીની ગામની નજીક વોચ રાખી તપાસ માં હતાતે દરમિયાન ભોગ બનનારની સાથે મળી આવેલ હતો જે સફળતા ફતેપુરા પોલીસને મળી હતી પોલીસે ઝડપી પાડ્યો હતો.