વડોદરા: તાજેતરમાં શહેરના ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે ચપ્પુ બતાવી બે વ્યક્તિઓને લુંટી લેતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને બીચ્છુગેગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ગુનાહીત ભૂતકાળ ધરાવતી લૂંટારા ત્રીપુટી પાસેથી પોલીસે ત્રણ મોબાઇલ ફોન,સ્કુટર, એટીએમ કાર્ડ,પાકીટ તથા રોકડ સહીત અડધા લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આ બંને ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સુત્રો મુજબ શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં ત્રણ શખ્સો મોપેડ પર આવ્યાં હતા. જ્યાં તેમણે એક વાહન ચાલકને રસ્તામાં અટકાવી ચપ્પુ બતાવી રૂ. ૧૦,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ અને રોક઼ રૂ. ૨ હજાર ભરેલુ પાકિટ લુંટી લીધુ હતુ.
ત્યાર બાદ ફતેગંજ વિસ્તારમાં આવેલા ચર્ચાની બહાર ઉભા રહીં પ્રાર્થના કરી રહેલા શખ્સને લુંટારૂ ટોળકીએ નિશાન બનાવી હતી.ચર્ચની બહાર પ્રાર્થના કરતા વ્યક્તિ પાસે જોઇ મોપેડ ચાલક લુંટારૂ ટોળકી ચપ્પુ બતાવી રૂ. ૭૦૦૦/-ની કિંતમનો મોબાઇલ અને અંદાજીત રૂ. ૬૦૦/-ની લુંટ ચલાવીફરાર થઇ ગયા હતા.
આમ શહેરમાં વહેલી સવારે એકા બાદ એક લુંટની બે ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા કરી રહીં છે.બનાવ અંગે મહેશ રાઠવા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, સવારે તેઓ ફુટબોલની ટ્રેનિંગ આપવા માટે ઘરેથી નિકળ્યા હતા. દરમિયાન સવારે ૬-૨૦ વાગ્યાની અરસામાં મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે ત્રણ શખ્સ પાછળથી ડીઓ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુ બતાવી રોકડ રૂ. ૨ હજાર અને રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન લુંટી ફરાર થઇ ગયા હતા.
જ્યારે ફઇમાન્યુઅલ ખ્રીસ્તીએ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, તેઓ સવારે ૬-૪૦ વાગ્યાના અરસામાં હિરાબાગ હોલની બહાર ચર્ચની બહાર ઉભા રહીં પ્રાર્થના કરી રહ્યાં હતા.
ત્યારે પાછળથી મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુ બતાવી રોકડ રકમ રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન લુંટી લઇ ફરાર થઇ ગયા હતા.દરમિયાનમા બંને લૂંટના ગુનાની ક્રાઇમ બ્રાન્ચેના પીઆઇ આર.સી.કાનમીયાએ તેમના સ્ટાફ સાથે જુદી-જુદી ટીમો બનાવીને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી.અને
માહિતીના આધારે ભુતડીઝાપા મેદાન પાસેથી ત્રણ શખ્સોની અટક કરી હતી.
ત્રણેવની ઘનીષ્ઠ પુછપરછમાં
તાજેતરમાં ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે થયેલી બંને લૂંટના ગુના તેમને આચર્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.આરોપી ત્રીપુટીમા આતીક સબદરહુસેન મલેક ( રહે યાકુતપુરા ચુડીવાલાની ગલી, મહંમદસીદીક અબ્દુલ સત્તાર મન્સુરી ( રહે યાકુતપુરા ચુડીવાલાની ગલી) તથા ફૈઝલ હુસેનમીયા શેખ ( રહે મહેબુબ પુરા સ્લમ ક્વાટર્સ, નવાપુરા) નો સમાવેશ થાય છે.વધુ પુછપરછમાં આ ત્રીપુટી બીચ્છુ ગેંગના હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ ટોળકીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુનાઓ આચર્યા હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.જેથી પોલીસે આ ગુના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.