National

હાલોલમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાન પર જીવલેણ હુમલો

હાલોલ: હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આવેલ સાઈબાબા મંદિર પાસે વ્યાજે આપેલ પૈસાની લેતીદેતીમાં બે યુવાનો વચ્ચે તકરાર થતા વ્યાજે પૈસા આપનાર યુવાને પૈસા લેનાર યુવાનને ધારીયાનો ઘા ડાબા હાથના બાવડામાં મારી ઈજાઓ પહોંચાડતા યુવાનને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ નગરના કોઠી ફળિયા ખાતે રહેતા અમીર અલ્લારખ્ખા પીંજારાએ પોતાના જ વિસ્તારમાં રહેતા શાહરુખખાન રજાકખાન ઓથલ પાસેથી પોતાને  પૈસાની જરૂરત હોઇ 20,000/-  રૂપિયા વ્યાજ પેટે લીધા હતા જેમાં અમીર રોજના 1000/- રૂપિયા લેખે શાહરૂખને પૈસા જમા કરાવતો હતો.

પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન અમીરે શાહરૂખને પૈસા જમા ન કરાવતા સોમવારના રોજ અમીર નગરના પાવાગઢ ખાતે આવેલ સાઈબાબા મંદિર પાસે હતો ત્યારે શાહરૂખ ત્યાં આવી ચઢયો હતો અને પોતાના વ્યાજે આપેલ પૈસાની માગણી કરી હતી જેમાં બન્ને વચ્ચે પૈસાની લેવડ દેવડ મામલે તકરાર સર્જાતા શાહરૂખે  ગાળાગાળી કરી ઉશ્કેરાટમાં આવી જઈશ અમીનના ડાબા હાથના બાવડા પર ધારિયુ મારી દેતા અમીર ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો ધારીયું માર્યા બાદ શાહરૂખે  કહ્યું હતું કે હવેથી મારા વ્યાજ  પેટે આપેલ પૈસા રોજ જમા નહિ કરાવુ જાનથી મારી નાખીશ એમ કહી ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે ઝઘડો જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત અમીરને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top