SURAT

ઘારી-ભુસાની ઉંચી કિંમતોની પરવા કર્યા વગર સુરતીઓ ચંદનીપડવા તહેવારમાં ઉજાણી કરશે

સુરત: સુરતીઓનો જ તહેવાર (Festival) જે તેઓ ખાસ તેમના અસ્સલ મિજાજમાં માણી જાણે છે,તે ચંદનીપડવાની (Chandnipadwa) આગામી સોમવારના રોજ ઉજવણી થશે. આસો વદ એકમના સોમવારે ખુબ જ ઉમંગ ઉલ્લાસ પૂર્વક સુરતીઓ ઘારી (Ghari) સાથે ભુસાની પણ ઉજાણી (Ujani) કરશે. આમતો તહેવારોની વાત આવે એટલે સુરતીઓનું તો કહેવું જ શું ત્યારે ચંદનીપડવાને હવે ગણતરીના દિવસો જ હવે શેષ રહ્યા છે. સુરતીઓ ઘારીનો સ્વાદ માણવા અને ઉજાણી કરવા માટેનો થનગનાટ બે દિવસ ત્રણ દિવસ આગાઉથી જ જોવા મળી રહ્યો છે. સુરતીઓ ઘારી ખરીદવા માટે મીઠાઈની દુકાનોમાં પડાપડી કરી રહ્યા છે ત્યારે ઘારી વિક્રેતાઓમાં સારી એવી ગ્રહકીનો દોર જામી જતા તેઓ પણ વ્યસ્ત થઈ ચુક્યા છે.
દરેક લોકોને ઘારીમાથી રોજગાર મળશે
શહેરમાં ઘારી મેકિંગમાં એક્સપર્ટ દ્વારા અને મીઠાઈ વિક્રેતાઓ તો લખો કિલો ઘારી બનાવવાની તૈયારીઓ હવે અંતિમ ચરણમા પહોંચી ગઈ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સામાજિક અને ખાનગી સંસ્થાઓ પણ ઘારી બનાવવામાં વ્યસ્ત છે. ટ્રાન્સપોર્ટેશન, દૂધ,સુકામેવા, મજૂરી, ભુસુ બનવવાવા વાળાઓની પણ ચાંદી થઇ જશે.આ વર્ષે યુક્રેન રશિયાના યુદ્ધને લીધી પાછલા કેટલાક મહિનાઓમાં તેલના ભાવોમાં ભારે વધારો થયો હોવાથી ફરસાણમાં ભુસાની કિંમતમાં 80 રૂપિયા વધ્યા છે,છતાં સુરતીઓ ભાવ વધારાની પરવા કર્યાં વગર ઘારી સાથે ભુસુ ઝાપટી જ જશે.

ઘારીઓ તૈયાર થઇને ડિસ્પ્લે કરી દેવાઈ-માવા વિક્રેતાઓને ત્યાં પણ લાઈનો લાગી
આ વર્ષે 600 રુપીયાથી લઇ ને 950 રુપીયા સુધી ઘારીનું કિલો દીઠ વેચાણ થશે એવામાં વિવિધ વેરાઈટીઓની ઘારીઓ પણ મીઠાઈ બજારમાં બનીને તૈયાર થઇ ગઈ છે અને ડિસ્પ્લે પણ થઇ ચુકી છે. મીઠાઈની દુકાનો અને ખાસ કરીને ઘારી વિક્રેતાઓની દુકાનો ઉપર તો ખરીદી માટે લાઈનો લાગેલી જોવા મળી રહી છે.બીજી બાજુ ઘારી જેમાંથી બને છે તે માવા વિક્રેતાઓને ત્યાં પણ સુરતીઓ માવાની ખરીદી માટે રીતસરની પડાપડી થઇ રહી છે.સુરતના ભાગળ,ચૌટા પુલના મીઠાઈ બજારમાં સવારથી જ ભીડ-ભડાક્કનો માહોલ દેખાઈ રહ્યો હતો. આવામાં ઘારી વિક્રેતાઓને હાલ જમવાની પણ ફુરસત ન હોવાનું જણાઈ આવ્યું હતું.

વિવિધ ફ્લેવર્સની વેરાઈટીઓમાં ઘારી બજારમાં આવી ગઈ છે
સુરતીઓ આમ પણ નવી-નવી વાનગીઓ માનવ માટે તત્પર રહે છે. એવામાં બજારમાં વિવિધ ફ્લેવર્સની અને વેરાઈટીઓની ઘારી પણ ડિસ્પ્લે કરાઈ ચુકી છે.અલગ-અલગ ફ્લેવર્સ પૈકી ચોકલેટ,રોઝ,કાજુ,સ્ટ્રોબેરી,પાઈનેપલ,ઓરીયો અને કેસર ઘારીની તો આ વર્ષે ખુબ જ બોલબાલા થઈ ગઈ છે. આ વેરાઈટી રૂટીનમાં વેચાઈ રહેલી માવા ઘારી,પિસ્તા ઘારીને પણ જોરદાર રીતે ટક્કર આપી રહી છે. ઘારીનો દેખવમાં પણ ખુબ આકર્ષિત રીતે ગાર્નિશિંગ કરી હોવાથી ગ્રાહક એક નજરમાં જ જોઈ ભાવની ફિકર કર્યા વગર તેને પેક કરવી દેય છે. તેવું પણ ભાગળના એક મીઠાઈ વિક્રેતાનું કહેવું હતું.

સુરતી ઘારીનીતો વિદેશોમાં પણ જબરી ડિમાન્ડ છે
સુરતમાં ચોર્યાસી ડેરી સંસ્થા 83 વર્ષ જૂની સંસ્થા ચોર્યાસી ડેરી તેની ઘારી તાજા દૂધમાંથી બનવેલા માવામાંથી ખાસ પ્રોસેસ કરીને બનાવે છે.વધુમાં મહેશ ભાઈ જણાવે છે કે ઘારી મંડળની સીધી દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે.દ્વારા બનવવામાં આવતી ઘારીની તો વાત જ નિરાળી છે.ઘારી ખાસ કરીને જામ ખંભાળિયાના ચોખ્ખા ઘી માંથી બનીને તૈયાર થાય છે.લગભગ 30 થી 40 ટન જેટલી ઘારીએ સંસ્થા અઠવાડીયાના સમયમાં તૈયાર કરીને સપ્લાય કરી ડે છે.ચોર્યાસી ડેરીની આ ઘારી સ્વાદ ઘારીને પણ ટક્કર આપે છે.સંસ્થાના મહેશભાઈએ માહિતી આપી હતી કે તેમને ત્યાં તૈયાર થતી ઘારીની વિદેશોમાં પણ ખુબ બોલબાલા છે.

ઉજાણી માટે પણ શહેરના વિવિધ માર્ગો સુરતી ઓના ફેવરેટ ડેસ્ટિનેશન
સુરતી લાલાઓનું ક્લચર પણ બીજા શહેરો કરતા જરા હાટકે છે જેથી જ તેઓ રસ્તા ઉપર બેસીને ઉજાણી કરવામાં કોઈ સેહ શરમ રાખતા નથી.આવામાં શહેરના અઠવાલાઇન્સથી લઇને પીપલોદ,વેસુ અને છેક ડુમસ સુધીના માર્ગો ઉપર આ દિવસે વિશેષ રીતે ઉજાણીનો દોર જામે છે.છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોના કાળ ચાલ્યો હોવાથી ખાસ કરીને સુરતના આ માર્ગો ઉપરની રોનક ફીકી પડી ગઈ હતી જોકે આ વર્ષે સુરતીઓ મન મૂકીને ચંદનીપળવાની ઉજાણી સાથે સુરતી મિજાજનો પણ એહસાસ કરાવશે…

Most Popular

To Top