વડોદરા: બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. બરોડા ડેરી અને કલેકટર કચેરી ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.ડેરી પ્રતિક ધરણા ની પોલીસે મંજૂરી ન મળતા કેતન ઇનામદાર અને દૂધ ઉત્પાદકો સર્કિટ હાઉસમાં જમાવડો. ડેરી પ્રમુખ વિરુદ્ધ ગગન ભેદી સૂત્રોચ્ચાર કર્યાં.સર્કિટ હાઉસ ખાતે 4 ધારાસભ્યો અને સાસદ પહોંચ્યા.
આજે રાત્રે ડેરીના તમામ ડિરેકટરો સાથે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી મુલાકાત કરશે. ત્યારે વડોદરાના દૂધ ઉત્પાદકોના આંદોલનના પ્રત્યાઘાત હવે છેક ગાંધીનગર જઈને પહોંચ્યા છે. કેતન ઇનામદાર ને ગાંધીનગર નું બપોરે તેડુ આવતા ગાંધીનગર રવાના થયા.બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એક્શનમાં આવ્યા છે. સી. આર. પાટીલે કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી છે. આવતીકાલ સુધીમાં ભાવફેરને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે.
બરોડા ડેરી સામે બાયો ચડાવવા ધારાસભ્યોની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળવા પામી હતી. જે અંગે મંજૂરી ન હોવા છતાં 50થી વધુ પશુપાલકો સમર્થન માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ડેરી વિરુદ્ધ લડત ચલાવવા રણનીતિ નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બરોડા ડેરીમાં દૂધના ભાવફેર રકમની ચુકવણી મુદ્દે પશુપાલકોના સમર્થનમાં ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરી વિરુદ્ધ લડત ચલાવવા મેદાનમાં ઉતર્યા છે. તેમના સમર્થનમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ, શૈલેષભાઈ મહેતા પણ જોડાયા છે.
કેતન ઈનામદાર બરોડા ડેરી ખાતે પ્રતિક ધરણા પર બેસનાર હોય તેને લઈને પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો પોલીસની મંજૂરી ન મળતા કેતન ઇનામદારે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને તેમની સાથે દૂધ ઉત્પાદકો એ સર્કિટ હાઉસ ખાતે ધરણા યોજીને બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ સામે ગગનભેદી સૂત્રોચાર કર્યા હતા જોકે એક તબક્કે સર્કિટ હાઉસ ખાતે જમાવડો થઈ જતા દૂધ ઉત્પાદકોને હટાવવા માટે પોલીસ પણ આવી પહોંચી હતી. ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સર્કિટ હાઉસ ખાતે દૂધ ઉત્પાદકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.