Business

ફેશન, ડેકોરેશન અને એસેસરી આર નેસેસરી

નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની બધી જ વસ્તુઓ પહેરવી જરૂરી બની જાય છે. કેમ કે આ તો લૂકની ડિમાન્ડ છે ભાઈ…. ટીકા, ઈયરિંગ્સ, નોઝ રિંગ્સ, બેંગલ્સ, ચાંદલો, નથની, લિપસ્ટીક, નેકલેસ,  બ્રેસલેટ, ઝાંઝર આ બધા વગર જાણે યુવતીઓનો લૂક મોળો કે ફિક્કો પડતો હોય તેવું લાગે છે. તેથી જ નવરાત્રીમાં એસેસરીઝ નેસેસરી બની જાય છે. અને સાથે હેવી અને યુનિક ડેકોરેશન તો બનતા હી હૈ !!! ભલે પાર્ટી પ્લોટમાં ના રમી શકીએ પણ શેરીનો માહોલ કઈક હટકે સજાવટથી તો જમાવી જ શકીએ ને!!!!

યુનિક ડાંડિયા

નવરાત્રી હોય એટલે સૌથી પહેલા ડાંડિયા યાદ આવે જ આવે !! અને હવે તો દરેક જગ્યાએ સ્પેશ્યલ દાંડિયા રાઉન્ડ માટે નાનાથી લઈને મોટેરાઓ વાટ જોતાં હોય છે. પણ બધુ જ જ્યારે સુંદરમજાનું સજાવેલું અને ડેકોરેટિવ હોય તો દાંડિયા સિમ્પલ કેમ ચાલે ! સુરતીઓ હવે પોતાના દાંડિયા પણ કપલ સ્ટાઈલમાં સજાવી રહ્યાં છે અને કેટલીક સોસાયટીના ચોકમાં તો સ્પેશ્યલ ડાંડીયાની સજાવટ કરેલી રંગોળી પણ કરાઇ રહી છે. 

યુવતીની ફેશન

અનલિમિટેડ મ્યુઝિક, લોંગ નાઇટ ડાન્સિંગ અને બ્રાઇટ કલર્સ અને એમાં જ્યારે યુવતીઓની હટકે ફેશન ભળે એટલે નવરાત્રીના  માહોલમાં ચાર ચાંદ લાગે. જ્યારે ખેલૈયાઓ કેડે કંદોરો બાંધી ઠુમકા લેતા હોય એને  જોઈ દરેકનું મન મોર બની થનગાટ કરવા લાગે તો પણ નવાઈ નથી. આજની યુવતીઓ બ્રાઇટ કલરની ચોલી સાથે લોંગ ઇયરિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. જેમાં ખાસ પોમ પોમની સાથે આભલા, દુર્ગાનું પેઈંટિંગ  કે પનહારી જેવા કલરફૂલ વુલન ઇયરિંગ્સનો ટ્રેન્ડ હાલ ચાલી રહ્યો છે. 

હોમ કે સોસાયટીનું હેંગિંગ ડેકોરેશન

હાલનાં દિવસોમાં સુરતની શેરીઓમાં જશો તો ડેકોરેશન જોઇને જ નવરાત્રીનો માહોલ છે એવો ખ્યાલ આવી જશે. આ તહેવાર જ એવો છે કે ડેકોરેશન વિના ફિક્કુ લાગે. પણ આજકાલ ના માત્ર શેરિઓ કે સોસાયટીઓમાં જ નવરાત્રી ડેકોરેશન થાય પણ હવે તો સુરતીઓ પોતાના ઘરમાં પણ નવરાત્રી થીમ બેઝ્ડ ડેકોરેશન કરી રહ્યાં છે. જેમ કે હેંગિંગ એમ્બ્રોડરી, આભાલાથી સજાવેલ વોલ હેંગિંગ પિસ, ડેકોરેટિવ છત્રી કે બંગડીઓનો ઉપયોગ કરીને શો પિસથી ઘરને પણ રંગેબરંગી લુક આપી રહ્યાં છે.

Most Popular

To Top