નવી દિલ્હી: યુરોપમાં (Europe) આવેલ ફારો ટાપુ (Faroe Island) પર પરંપરાના ભાગરૂપે દર વર્ષે અમુક મહિનાઓમાં વ્હેલ અને ડોલ્ફિન (Whales and Dolphins) જેવા સમુદ્રી જીવોની સામૂહિક કતલ (Kill) કરવામાં આવે છે અને હાલમાં આ ટાપુના લોકોએ એક સામટી ૧૦૦ જેટલી ડોલ્ફિનોને મારી નાખતા ટાપુ નજીકના દરિયાનું પાણી (Water) પણ લાલ (Red) થઇ ગયું હતું અને આ સામૂહિક કતલનો પ્રાણી અધિકારવાદીઓએ સખત વિરોધ કર્યો છે.
- ટાપુવાસીઓ બોટલનોઝ ડોલ્ફિન તરીકે ઓળખાતી વિશાળ માછલીઓને મારીને કાંઠે લઇ આવ્યા
- ડોલ્ફિનોનો શિકાર તેમણે ભાલા, હૂક અને ચાકુઓ વડે કર્યો
- એક સામટી ૧૦૦ જેટલી ડોલ્ફિનોને મારી નાખતા ટાપુ નજીકના દરિયાનું પાણી પણ લાલ થઇ ગયું
ટાપુવાસીઓ બોટલનોઝ ડોલ્ફિન તરીકે ઓળખાતી વિશાળ માછલીઓને મારીને કાંઠે લઇ આવ્યા હતા. આ ડોલ્ફિનોનો શિકાર તેમણે ભાલા, હૂક અને ચાકુઓ વડે કર્યો હતો. એક સો જેટલી ડોલ્ફિનોની કતલથી ટાપુ કાંઠાનું દરિયાનું પાણી પણ ઘેરા લાલ રંગનું થઇ ગયું હતું. અહીં ઉજાણી માટે અને શિયાળા માટે જરૂરી ચરબીયુક્ત ખોરાક ભરી લેવા માટે આવા જળચર જીવોનો શિકાર કરવાનું સામાન્ય છે. ગઇકાલે સો જેટલી ડોલ્ફીનોને મારીને કાંઠે લવાયા બાદ તેમના ટુકડા કરવામાં આવ્યા હતા. આ સામૂહિક કતલ સામે પ્રાણી અધિકારવાદીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગયા વર્ષે તો સપ્ટેમ્બરમાં ૧૪૦૦ ડોલ્ફિનોને મારી નાખવામાં આવી હતી. જો કે હવે ફારો ટાપુની સરકારે વર્ષમાં કુલ પ૦૦ ડોલ્ફિનોની જ કતલ કરવાની મર્યાદા ઠરાવી છે.
મળતી માહિતી મુજબ આ પરંપરાની શરૂઆત સેંકડો વર્ષો પહેલા થઈ હતી. તેમદ આ પરંપરાને કાયદેસર રીતે માનાવવામાં આવે છે. આમાં જળસૃષ્ટિનો શિકાર કરવામાં આવે છે અને હત્યા કર્યા પછી આ શિકારીઓ તેમનું માંસ ખાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિકી મુજબ આ દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હોય છે. શિકારના નામે નિર્દોષોની હત્યા, બલિદાનના નામે કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં.