Gujarat

ખેડૂતો પ્લાસ્ટિકનું ડ્રમ અને ટબ વિનામૂલ્યે અપાશે, આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૧મી ઓગષ્ટ સુધી અરજી કરી શકશે

રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતું ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનું ડ્રમ અને ટબ વિનામૂલ્યે મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૩૧-૮-૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે.

આ યોજના અંતર્ગત આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ પાત્રતા ધરાવતા રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું એક પ્લાસ્ટિક ડ્રમ અને ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટબનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પાત્રતા ધરાવતા દિવ્યાંગ ખેડૂતો અને મહિલા ખેડૂતોની અરજીઓને અગ્રીમતા આપવામાં આવશે.

આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી તેની પ્રિન્ટ કાઢી સહી,અંગુઠો કરી, લાગુ પડતા આધારો સાથે ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી (ખેતી),તાલુકા અમલીકરણ અધિકારીની કચેરીને અરજી કર્યાના સાત દિવસમાં મોકલી આપવાની રહેશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં એક ખાતા દીઠ એક જ ખેડૂતને તથા એકથી વધુ ખાતાના કિસ્સામાં એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે લાભ મળવાપાત્ર થશે.

Most Popular

To Top