ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોને “રાષ્ટ્રીય કિસાન દિવસ”ની શુભકામનાઓ પાઠવતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતને અન્નદાતા ગણાવતા કહ્યું હતું કે, ભારત કૃષિપ્રધાન દેશ છે અને દેશના ખેડૂતો અથાગ મહેનત કરીને દિવસ-રાત, ટાઢ-તડકો અને વરસાદના પાણીમાં ભીંજાતા પોતાના ખેતરમાં જે અનાજ પકવે છે, તે જ અનાજ આપણા સૌની થાળીમાં ભોજન સ્વરૂપે પીરસાય છે. એટલે જ ખેડૂત સાચા અર્થમાં અન્નદાતા અને જગતનો તાત કહેવાય છે.
રાઘવજી પટેલએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોના પરિશ્રમના પરિણામે ભારત દેશ આજે અનાજના ક્ષેત્રે સ્વાવલંબી બન્યો છે અને સાથે જ વિદેશમાં પણ અનાજની નિકાસ શરૂ થઈ છે. ખેડૂતોની આવક બમણી થાય, ખેડૂતો સ્વનિર્ભર બને, ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવામાં ખેડૂતોનો પણ મહત્વપૂર્ણ ફાળો રહે તે દિશામાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અનેક ખેડૂતહિતલક્ષી નિર્ણયો લઈ રહી છે અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સતત આગળ વધી રહી છે.
ભારતની પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં ખેડૂતોનો પણ મહત્વનો ફાળો હોવો જોઈએ: કૃષિમંત્રી
By
Posted on