કિસાન આંદોલન વકરી રહયું છે. સંસદમાં આ કાનૂન સર્વાનુમતે પાસ થઇ ગયો છે છતાં કિસાન નેતા રાકેશ ટિકૈત જીદ લઇને બેઠા છે. દિલ્હીની સડકોને ઘેરી લીધી છે. જાણે આપણી જાગીર!! એ લોકોના આંદોલનને લીધે સામાન્ય પબ્લીકને ખૂબ જ પરેશાની થિ રહી છે. યુપી, હરિયાણાના જ કિસાનો આંદોલનને સમર્થન આપી રહયા છે.
આ રાજકારણ શું દર્શાવે છે?!! પંજાબના શીખોએ પણ સમજવું જોઇએ કે ગુરૂનાનકે શા માટે નવો પંપ સ્થાપ્યો હતો. મુસ્લિમોના અત્યાચાર સામે આ માનવતાનો ધર્મ અસ્તિત્વમાં આવ્યો છે. ગુરૂ ગોવિંદસિંહ, ગુરૂ તેગબહાદુરસિંગ અને આવા તો ઘણા ગુરૂઓએ પોતાના પુત્રોઅ ને પોતાના બલિદાનો આપ્યા છે. આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકો પણ દેખાયેલા. એ શું દર્શાવે છે? ભારતની ઓળખ તો આપણા શીખો છે.
પંજાબના શીખોના દરેક ઘરમાંથી નવજવાન સરહદ પર ભારતમાતા માટે લડે છે અને શહીદ પણ થાય છે. જયહિંદ કહેતા કહેતા શહીદી વ્હોરે છે અને એજ પંજાબીઓ આજે આંદોલનો દ્વારા અને વિપક્ષો કે ટૂકડે ટૂકડે ગેંગ, પાકિસ્તાન વગેરે દુશ્મન દેશને આનંદ આપી રહયા છે.
ભગતસિંહને યાદ કરો. તમે તો એાન વંશજ છો. ખાલિસ્તાન નહિ પણ દેશ દાઝને વરેલા એવા દેશપ્રેમીઓ છે. લોકશાહીમાં વિચારો મૂકવાનો બધો જ અધિકાર રહેલો છે પણ એમાં દેશહિત જ હોય છે. જયારે આ તો દેશ વિરૂધ્ધ જઇ રહયું છે.
કિસાનો તો અન્નદાતા છે. તેથી જ તો જય જવાન જય કિસાનનો નારો લાલબહાદુર શાસ્ત્રીએ આપેલો. સરકાર પણ કિસાનોનું ભલું જ ઇચ્છતી હોય છે. પણ દેશ વિરૂધ્ધની ઉશ્કેરણી સૌનું ધ્યાન દોરે છે. કિસાનો વિચારો. દેશહિત જ ધ્યાનમાં રાખો. અને ઘડાયેલા કિસાન કાનૂન તમારા હિતમાં જ છે એ સમજી આંદોલન સમેટી લો.
સુરત -જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.