એક ખેડૂત બહુ નાની જમીન હતી ગામના છેવાડે ..તેના નાનકડા ખેતરની આજુબાજુ ખાલી જમીન હતી કોણ માલિક હતું તે પણ ખબર ન હતી ..તે ખાલી પડી રહેતી હતી. ખેડૂત પોતાની જમીન ખેડીને તેમાં દાણા વાવતો પછી બાકી વધેલા દાણા આજુબાજુની ખાલી જમીનમાં વેરી દેતો..પોતાના ખેતરની આજુબાજુ તેણે થોર ઉગાડી વાડ કરી હતી અને પેલી જમીનમાં તે દાણાની સાથે સાથે પોતાના ખેતરની વાડ પાસે ઝાડ પણ વાવતો રહેતો.આવું તે દર વર્ષે કરતો હતો. ગામના બીજા ખેડૂતો તેને કહેતા, ‘શું કામ ખોટી મહેનત કરે છે જમીન તારી થોડી છે ?’
ખેડૂત કઈ જવાબ આપતો નહિ અને પોતાની રીતે કામ કરતો રહેતો પોતાના ખેતરની સાથે સાથે આજુબાજુ જમીનની પણ જાળવણી કરતો અને સિંચાઈ પણ જોતો. એક દિવસ ખેડૂતનો મેનજમેન્ટ ભણતો દીકરો ગામમાં આવ્યો અને પિતાજી સાથે ખેતરમાં ગયો.તેણે પોતાના પિતાને આજુબાજુની જમીન પર પણ કામ કરતા જોઈ પૂછ્યું, ‘પિતાજી તમે શું કામ આ જમીનની જાળવણી કરો છો ..સાફસફાઈ રાખો છો ?’
ખેડૂતે જવાબ આપ્યો, ‘દીકરા આ મારું મેનેજમેન્ટ છે ..સમજ જો જમીનમાં કઈ વાવવામાં ન આવે તો કુદરતનું મેનેજમેન્ટ છે કે તેમાં ઘાસફૂસ…નકામા જંગલી છોડ ઊગી નીકળે અને જો એમ થાય તો ત્યાં ઢોર અને બીજા પશુઓ ઘાસ ખાવા ,ચરવા અને રખડવા આવવા લાગે તો આપણા ખેતરમાં આપણો મહેનતથી ઉગાડેલો પાક પણ જોખમમાં આવી જાય…એટલે હું તે જમીન સાફ રાખું છું …વાવેતર કરું છું એટલે આપણને જ તે બિયારણ રૂપે કામ લાગે …આ બધા ફળદાઈ ઝાડ ઉગાડું છું જે આગળ મોટા થઈ આપણા ખેતરને જ છાંયડો આપશે અને આપણને અને ગામલોકોને ફળ ખાવા મળશે તો એમાં ખોટું શું છે.
થોડી વધુ મહેનત કરવી પડે પણ તેમાં આપણો જ ફાયદો છે,જે ખેતરમાં આપણી વર્ષભરની રોજી રોટી ઉગે છે તેની આજુબાજુણી જમીનની જાળવણી કરવાથી ખેતરની જ જાળવણી થાય છે.’ દીકરો પિતાજીના વિચારો જાણી ખુશ થયો.તે બોલ્યો, ‘પિતાજી, હું મેનેજમેન્ટ નુ ભણું છું પણ તમારી પાસેથી મેનેજમેન્ટના ઘણા પાઠ શીખવા જેવા છે.’ જીવનમાં પણ આ લાઈફ મેનેજમેન્ટનો પાઠ શીખવા જેવા છે …આપણી આજુબાજુ સ્વચ્છતા રાખો અને આજુબાજુના લોકો સાથે વ્યવહાર પણ ચોખ્ખો રાખો.આપણી આજુબાજુ સારી સંગત રાખો ..આપણી આજુબાજુના લોકો ..સાથે કામ કરતા લોકો …આપણી ટીમ બધાની તેમની આવડત ઓળખી ઉપયોગ કરો.સ્વાર્થી બની માત્ર પોતાના જ કામ પર ધ્યાન ન આપો.બીજાને મદદ કરો અને સાથ મેળવો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.