બિહાર: બિહારના (Bihar) બક્સરમાં (Buxar) વળતરી માંગ કરી રહેલા ખેડૂતો સાથે પોલીસે બર્બરતાભર્યું વર્તન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ (police) વિરોધ (protest) ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યો છે. બક્સમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ પોલીસે ઘરમાં સૂતેલા ખેડૂતો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. જેનો વિડિયો ખેડૂતોના સંબંધીઓએ શેર કર્યો હતો અને પૂછ્યું હતું કે ગુનેગારો સામે ઘૂંટણિયે પડી ગયેલી પોલીસે અમને આટલી નિર્દયતાથી કેમ માર્યા? ત્યાર બાદ પોલીસની કાર્યવાહીથી ખેડૂતો રોષે ભરાયા હતા અને પોલીસના વાહનોને આગ ચાંપી દીધી હતી.
મળતી માહિતી અનુસાર ચૌસામાં SJVNના પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. ખેડૂતો વળતર માટે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસે મધ્યરાત્રિએ ખેડૂતોના ઘરોમાં ઘૂસીને લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો, જે બાદ આજે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે ખેડૂતોનો પીછો કર્યો હતો પરંતુ વાતાવરણ તંગ છે. ખેડૂતો બાદ હવે પોલીસની બર્બરતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને લઈને તે અનેક સવાલો પણ કરી રહ્યો છે.
પોલીસના ગેરવર્તના કારણે ગુસ્સે થયેલા ખેડૂતોએ આગચંપી સાથે અનેક પોલીસ વાહનોમાં તોડફોડ કરી છે. પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે પોલીસે ઉશ્કેરાયેલા ખેડૂતો પર હવાઈ ગોળીબાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે થર્મલ પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદિત કરવામાં આવી છે, જેના માટે વળતરની માંગ કરી રહેલા ખેડૂતો પર પોલીસની અત્યાચાર બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
SJVN દ્વારા ચૌસામાં પાવર પ્લાન્ટ માટે ખેડૂતોની જમીન સંપાદન 2010-11 પહેલા પણ કરવામાં આવી હતી. 2010-11ના સર્કલ રેટ મુજબ ખેડૂતોને વળતર મળ્યું હતું. જ્યારે કંપનીએ 2022 માં જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે ખેડૂતો હવે વર્તમાન દર મુજબ જમીન સંપાદિત કરવા માટે વળતરની માંગ કરી રહ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની જૂના દરે વળતર આપીને બળજબરીથી જમીન સંપાદન કરી રહી છે. જેની સામે ખેડૂતો છેલ્લા 2 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આના પર પોલીસે રાત્રે ઘરમાં ઘૂસીને મહિલાઓ અને પુરુષો તેમજ બાળકો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આનાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને પોલીસ સાથે તેમની હિંસક અથડામણ થઈ હતી, જેમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
કંપની તેના વાયદાથી પાછી પડી
ચૌસામાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપતા પહેલા, કંપનીએ જિલ્લાના ખેડૂતોને વચન આપ્યું હતું કે તે તેના CSR ભંડોળથી અહીં શાળાઓ, હોટલ અને રોજગારીની તકો આપશે, ચારેબાજુ સમૃદ્ધિ આવશે, સ્થાનિક લોકોને નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પરંતુ ખેડૂતોએ કરાર પર હસ્તાક્ષર કરતાની સાથે જ કંપની પોતાના વચનથી પાછી ફરી ગઈ હતી.
લાઠીચાર્જ પર અધિકારીએ શું કહ્યું?
રાત્રે 12.00 વાગ્યે ખેડૂતોના ઘરોમાં ઘૂસી ગયેલા મુફસિલ પોલીસ સ્ટેશનના SHO અમિત કુમાર કહે છે, ‘રાત્રે SJVN પાવર પ્લાન્ટ દ્વારા જે ખેડૂતોની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી તેમની ધરપકડ કરવા પોલીસ ગઈ હતી, પહેલા તેઓએ હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
સીસીટીવીએ પોલીસનો પર્દાફાશ કર્યો
જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીથી માંડીને પોલીસ સ્ટેશન સુધી ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ લગાવીને માર મારવાની વાત કરી રહ્યા છે, પરંતુ એક CCTV ફૂટેજથી પોલીસનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. સ્પષ્ટ દેખાય છે કે પોલીસ પહેલેથી જ ખેડૂતના ઘરની બહાર ઉભી છે અને દરવાજો બંધ છે. પોલીસને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પણ પોતાના ઘરે સીસીટીવી લગાવ્યા હશે.