Vadodara

APMCમાં ભ્રષ્ટાચારને લઈને ખેડૂતોનું કલેક્ટરને આવેદન

વડોદરા : વડોદરાની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે ચણા ની ખરીદ અને સાયજીપૂરા અને હથિખાનામાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે. ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિજીલન્સ તપાસની માગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ ચેરમેને અગાઉ 52 કરોડની ઉચાપત કરી હતી ત્યારબાદ તેમની પત્નીએ પણ ભ્રષ્ટાચાર કર્યો છે. વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે ખેડૂતોએ કોઠી ચાર રસ્તા પાસે આવેલી કલેક્ટર કચેરી ખાતે ચાપડ, સરાર, ભાલીયાપુરા, ચિખોદ્રા તથા અન્ય ગામોની સહકારી મંડળીના આગેવાનો તથા ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં તેઓએ વડોદરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચણાના ખરીદ વેચાણના નામે મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જેના કારણે મહેનત કરી રહેલા ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. જોકે આવેદનપત્રમાં તેઓએ વડોદરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન તરલાબેન પટેલ તથા તેઓના પતિ તથા પૂર્વ ચેરમેન શૈલેષભાઈ પટેલ દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો કર્યા હતા. તેથી આ મામલામાં યોગ્ય તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા ભ્રષ્ટાચાર કરાયેલા નાણા વસૂલવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર ઉજાગર કરવા ધારાસભ્યો, શૈલેષ સોટ્ટા, મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર ખેડૂતો સાથે જોડાયા

ચાપડ સહકારી મંડળી ખેડૂત સજય પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી ઉતપન્ બજાર સમિતિ દ્વારા ચણા વડોદરા તાલુકા ના પકતા નથિ ત્યારે 374 હેકટર પાક થયો છૅ એની સામે 15 હાજર કવીંટલ વેચાણ કર્યો છે તેમ બતાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છૅ. ખેડૂત ને ખબર નથી કે ચણા ક્યાં ખરીદે છે. વાઘોડિયા તાલુકામાં વેચાય છે એટલું ખેડૂતના ખબર છે. જે પ્રમાણે ડેરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ સાથે સાવલી નાધારાસભ્ય કેતન ઇનામદાર ડભોઇ ના શૈલેષ મહેતા (સોટ્ટા), વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ જે વિના પશુપાલકો સાથે હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થતાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવાં અમારી સાથે જોડાય તેવી અપીલ કરી હતી. ભગાના ચેરમેન શૈલેષ પટેલે 52 કરોડની ઉચાપત કરી છે તેનો કેસ ચાલી રહ્યો છે અને ત્યારબાદ તેમની પત્નીને તરલાબેન પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. સયાજીપુરા અને હાથી ખાના ખાતે અનઅધિકૃત બાંધકામ પણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top