નવી દિલ્હી: ખેડૂતોના (Farmers) આંદોલનનો આજે પાંચમો દિવસ છે. દિલ્હી (Delhi) તરફ કૂચ નહીં કરવાની ખેડૂતોની ખાતરી આપી હતી. તેમ છતા શંભુ સરહદ (Shambhu border) પર હંગામો ચાલુ છે. દરમિયાન ખેડૂતોના વિરોધને લઈને શંભુ બોર્ડર પર તૈનાત એક ઓન ડ્યુટી ASI મૃત્યુ પામ્યો હતો. તેમજ હરિયાણા (Haryana) પોલીસે શંભુ બોર્ડર પર બેકાબૂ ખેડૂતોના હંગામાનો વીડિયો જાહેર કરતી વખતે વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસને (Police) ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસની કાર્યવાહી બાદ ખેડૂત નેતાઓએ જવાબી કાર્યવાહી કરી છે અને હરિયાણા પોલીસ અને રાજ્યના કર્મચારીઓ પર યુવાનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન શુક્રવારે મોડી રાત્રે શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. તેમજ સરહદ પર હંગામો મચાવતા વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સબ ઈન્સ્પેક્ટરે પણ જીવ ગુમાવ્યો
પંજાબના શંભુ બોર્ડર પર શુક્રવારે ખેડૂતોના વિરોધ દરમિયાન એક ખેડૂતના મોત બાદ હવે ત્યાં તૈનાત હરિયાણા પોલીસના એક સબ ઈન્સ્પેક્ટરે પણ જીવ ગુમાવ્યો છે. દરમિયાન એક અધિકારીએ જણાવ્યું કે શંભુ બોર્ડર પર તૈનાત 52 વર્ષીય હરિયાણા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હીરા લાલનું અવસાન થયું છે.
હરિયાણા રેલ્વે પોલીસ સાથે જોડાયેલા સબ ઇન્સ્પેક્ટર હીરા લાલને ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે એએસઆઈની તબિયત ડ્યુટી પર અચાનક બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર હીરા લાલને તાત્કાલિક અંબાલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા. તેમજ હરિયાણાના પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે સબ ઈન્સ્પેક્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ટિકરી બોર્ડર પર વાહનવ્યવહાર બંધ થવાથી જનજીવન ખોરવાયું
ટિકરી બોર્ડર પર વાહનવ્યવહાર બંધ થવાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ રહ્યું છે. આ વિસ્તારમાં કામ કરતા લોકોને આજીવિકાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ટિકરી બોર્ડર અને બહાદુરગઢથી આગળ કામ કરતા લોકોને બે કિલોમીટરનું અંતર પગપાળા જવુ પડે છે. તેમજ હોસ્પિટલ જતા લોકો પણ પરેશાન છે. વૃદ્ધોને પણ આ સમસ્યાઓમાંથી કોઈ રાહત આપવામાં આવી નથી.