Charchapatra

‘દેશનું સાચું રતન ટાટાને અલવિદા-શ્રધ્ધાંજલિ

પદ્મભૂષણ, સાચા રાષ્ટ્રપ્રેમી, બ્રિટીશ શાહી પરિવાર દ્વારા લાઈફ ટાીમ એચીવમેન્ટ એવોર્ડ મેળવનારા, મુઠ્ઠી ઊંચેરા મહામાનવ, કેન્સર ગ્રસ્ત માતાની સેવા કરનારા શરૂઆતની જિંદગીમાં વાસણ ધોનારા, ટાટા ગ્રુપ દ્વારા અનેક શૈક્ષણીક સંસ્થાઓ સ્થાપનારા સાદગીસભર જીવન જીવનારા સૂરત સંતોકબા એવોર્ડ મેળવવા આવ્યા ત્યારે દાતા ગોવિંદકાકાને સિક્યુરીટી નહીં આપજ જાતે લેવા આવજો કહેનારા અને મુંબઈ તાજ હોટલ પર આતંકી હુમલા સમયે જાનને જોખમે ત્યાં ત્રણ દિવસ રહી નવા જ ટ્રસ્ટની રચના કરી કર્મચારીઓની વ્હારે ધાઈ હુમલાનો ભોગ બનેલા કર્મચારીઓના બાળકોને સંપૂર્ણ શિક્ષણની જવાબદારી લઈ લાખો રૂપિયા આપી કર્મચારીઓને છેલ્લા પગાર જેટલી જ રકમ દર મહિને આપનારા, માનવતાના મિશાલસમા ભારતીય ઉદ્યોગ જગતના ભિષ્મ પિતામહ એક ઈન્ટરવ્યુહ દરમ્યાન પ્રેરક સલા આપતા જણાવ્યું હતું કે તમારી ભૂલ તમારી જ છે. એ સ્વીકારો, ચઢાવ ઉતારને આવકારો, ટીવીનું જીવન અસલી નથી.

નકલ ન કરો. તમે કેટલા લોકોના જીવન પર અસર પાડી છે તે મહત્ત્વનું છે. હારથી ન ડરો. ઈમાનદાર વ્યક્તિ બનો. તમારા જીવનની આનંદની શ્રેષ્ઠ પળો કઈ ત્યારે તેમણે જણાવ્યું કે દિવ્યાંગોને સાયકલ ભેટ આપી ને એક છોકરાએ પગ પકડી સ્વર્ગમાં તમે મળો ત્યારે તમારો ચહેરો યાદ રાખુ એમ કહ્યું ત્યારે જીવનની ફિલસુફી સમજાઈ હતી. કોવિદ વખતે 1500 કરોડ રૂપિયાનું દાન કરનારા, લોસએંજલસમાં ગોરી યુવતી પ્રત્યે આર્કષનારા એક ઈન્ટરવ્યુ દરમ્યા સીમી ગરેવાલ પ્રત્યે સોફ્ટ કોર્નર રાખનારા, 2 BHK માં રહેનારા, ટાટા જુથના વડા, દેશનું સાચું રતન, રતન ટાટાને નતમસ્તકે શ્રધ્ધાંજલિ.
જહાંગીરપુરા – ભગુભાઈ પ્રે.સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

સાઇબર ક્રાઇમર
રામરાજમાં બ્રાહ્મણવંશ રાવણના સીતાના અપહરણની કથા અને હાલ વર્તમાન ભારતમાં ડીજીટલ ઇન્ડિયા અને કેશલેસ ટ્રાન્ઝેકશને પ્રોત્સાહિત કરવામાં રામરાજના નામે જે રીતે હરામ રાજનો વિકાસ થઇ રહ્યો છે તેનો આ લખનાર દ્રષ્ટિ દિવ્યાંગ વિઝયુઅલી હેન્ડી પેન્શનરનો એકાઉન્ટ નંબર સાથે લીંક મો.નં. કેવી રીતે લીંક થયો છે તે જાણવા માટે એફઆઇઆર નોંધવી છે ત્યારે રાવણનાં દશ માથાં હતાં કે દશ મોબાઇલ હતા તે ધર્મભીરુજનો માટે ચિંતા અને ચિંતનનો વિષય ચર્ચાને ચોરે મૂકું છું.
ધરમપુર           – ધીરુ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top