તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નજર ના લાગે. 87 વર્ષની પાકટ વયે અંતે બી. સરોજાદેવીને નજર લાગી ગઇ. તાજેતરમાં આ ઉંમરે એમની વિદાય પૂજનીય અને વંદનીય બની ગઇ. 60ના દાયકાની સસુરાલ ફિલ્મના મો. રફીના આ ગીતમાં પરદા પર રાજેન્દ્રકુમાર આ ખૂબસૂરત અભિનેત્રીની ખૂબસૂરતીની ખૂબ પ્રશંસા કરે છે. દેશભરમાં આ ગીત ખૂબ લોકપ્રિય બની ગયું હતું. બિનાકા ગીતમાં નંબર વન પર આ ગીત વાગતું હતું. ખેર, બી. સરોજા દેવીનું 60ના દાયકામાં હિન્દી ફિલ્મમાં આગમ થયું હતું.
વૈજ્યંતીમાલા, વહિદા રહેમાન, પદમીની, જમુના જેવી સાઠ ફિલ્મોની હિરોઇન પરદા પર આવી ગઇ હતી. દિલીપકુમાર અને રાજકુમાર સાથે પયગામ ફિલ્મ રાજેન્દ્રકુમાર સાથે સસુરાલ સુનીલદત્ત સાથે ‘બેટી બેટે’ શમ્મીકપૂર સાથે પ્યાર કિયા તો ડરના ક્યા ભારતભૂષણ સાથે દૂજ કા ચાંદ ઉપરાંત પ્રીત ન જાને રીત ફિલ્મમાં પણ આ અભિનેત્રીએ અભિનયની કમાલ કરી બતાવી હતી. એલ.વી. પ્રસાદ નામના નિર્માતા નિર્દેશક આ અભિનેત્રીને હિન્દી પર લાવ્યા હતા. બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેઓ ફરી દક્ષિણ ભારતની આ અભિનેત્રીએ અંતે નિવૃત્તિ લઇ લીધી. કન્નડ ફિલ્મની પહેલી સુપરસ્ટાર દૈવી સ્વરૂપ અભિનેત્રી બી. સરોજા દેવીની વિદાયને વંદન.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.