રાજયસભાના સાંસદ ગુલામનબી આઝાદ હાલમાં નિવૃત્ત થવાથી વડા પ્રધાન એમનાં સ્મરણો તાજાં કરતાં સભાગૃહમાં ભાવુક બની ગયા.વિદાય સમયે આપણે કરેલ કાર્યોની કદર થતી જોવા મળે છે. એક સમયે સુ.મ.પા.માં મ્યુ. કમિશ્નર તરીકે અગાઉ ફરજ બજાવેલ મ્યુ. કમિશ્નરશ્રી કુ. અપર્ણા જે સતત ચાર વર્ષ ફરજ બજાવીને બીજે પોસ્ટીંગ મળતાં વિદાય વેળાએ તેઓએ તમામ મ્યુ. સભ્યશ્રી, મેયરશ્રી, પદાધિકારીઓનો આભાર વ્યકત કરવા સાથે તેમની કચેરીના સ્ટાફ જેવા કે પટાવાળા, સિકયુરીટી ગાર્ડ, જેમણે મોડે સુધી બેસીને ફરજ બજાવી તેઓનાં નામ લઇને ઉલ્લેખ કરીને સભાગૃહમાં તેમની નાના – કર્મચારીની ભરપૂર પ્રશંસા કરી જેથી ચોથા વર્ગના કર્મચારીની કદર કરતાં ભાવુક બની ગયાં હતાં.
વ્યકિત મોટા હોદ્દા પર હોવા છતાં નાના કર્મચારીની કદર કરે તે સરાહનીય ગણાય.
સુરત- નાનજીભાઇ ભાણાભાઇ પડાયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.