SURAT

ચાહકોને અરિજીત સિંહનું હવે નવું રૂપ જોવા મળશે

સુરતઃ યુવા ચાહકોમાં લોકપ્રિય બોલિવુડના પ્લેબક સિંગર અરિજીત સિંહે તાજેતરમાં બોલિવુડના પ્લેબિંક સિંગિંગમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી ચાહકોને આંચકો આપ્યો. અરિજીતના આ નિર્ણયને કલાજગતના લોકોને પણ આશ્ચર્યમાં મુક્યા છે. જોકે, અરિજીતના નિર્ણયને શાસ્ત્રીય કલાકારો પોઝિટીવ અભિગમથી જુએ છે.

  • પ્લેબેક સિંગિંગમાંથી રિટાયરમેન્ટ લેવાના અરિજીતના નિર્ણય પર શાસ્ત્રીય કલાકારોના મતે
  • પદ્મશ્રી સરોદવાદક તેજેન્દ્ર મજમુદાર અને યુવાન તબલાવાદક ઔજસ આદ્ય કહે છે, અરિજિત હવે મ્યુઝિકના નવા પ્રકારો એક્સપ્લોર કરે તેવી આશા

સુરતમાં સ્પીકમેના વિરાસત કાર્યક્રમમાં ભાગ લેવા પધારેલા અને અરિજીત સિંહ સાથે જ વર્ષ 2025માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા પ્રખ્યાત સરોદ વાદક તેજેન્દ્ર નારાયણ મજમુદાર એ કહ્યું કે આપણા દેશમાં બોલિવુડ મ્યુઝિકનો ચાહકવર્ગ મોટો છે. બોલિવુડને જ બધું માનવામાં આવે છે પરંતુ મ્યુઝિકના અન્ય પણ પ્રકાર છે. અરિજીત ક્લાસિકલ મ્યુઝીક શીખ્યો છે. તે ખૂબ ટેલેન્ટેડ છે. આગામી દિવસોમાં તે મ્યુઝિકના નવા પ્રકારો એક્સ્પલોર કરે તેવી આશા છે.

પદ્મશ્રી કલાકારના વિચારોથી યુવા તબલાવાદક ઔજસ આદ્ય પણ સંમત છે. અરિજીત સિંહ સાથે કલકત્તામાં લાઈવ પર્ફોમન્સ આપી ચૂકેલા ઔજસ આદ્યએ કહ્યું કે, પ્લેબેક સિંગિંગ સિંગરને નીચોવી નાંખે છે. પોતાના માટે કંઈક અલગ મ્યુઝીક ક્રિએટ કરવાનો સમય મળતો નથી. તેથી જ કદાચ અરિજીત સિંહે રિટાયરમેન્ટનો નિર્ણય લીધો હશે. પરંતુ હું જાણું છું અરિજીતમાં ઘણું સંગીત ભરેલું છે. તેઓ શાસ્ત્રીય સંગીત શીખ્યા છે. મને આશા છે કે તેઓ જલ્દી જ કંઈક સારું મ્યુઝિક લઈ ચાહકો વચ્ચે આવશે. ચોક્કસ જ ચાહકોને તેમનું નવું રૂપ જોવા મળશે.

Most Popular

To Top