પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું આજે તા.25 ઓક્ટોબરના રોજ 74 વર્ષની વયે અવસાન થયું છે. દિગ્દર્શક અશોક પંડિતે તેમની મૃત્યુની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ સતીશ શાહ છેલ્લા થોડા સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા. જેને દરમિયાન આજ રોજ બપોરે 2:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી આખું ફિલ્મ જગત અને ટેલિવિઝન ઉદ્યોગ શોકમાં ડૂબી ગયું છે.
સતીશ શાહે પોતાની અભિનય કારકિર્દીમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે.પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા હિટ કોમેડી શો ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં ભજવેલા ઇન્દ્રવર્ધન સારાભાઈના પાત્રથી મળી હતી. આ પાત્રના હાસ્યાસ્પદ સંવાદો અને અનોખી અભિનય શૈલી આજે પણ દર્શકોના દિલમાં તેમને જીવંત રાખ્યા છે. લોકો તેમને પ્રેમથી “ઇન્દુ” તરીકે ઓળખતા હતા.

સતીષ શાહનું ફિલ્મ જગતમાં સફર
સતીશ શાહે 1970 માં “ભગવાન પરશુરામ” સાથે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેમની વાસ્તવિક ઓળખ અરવિંદ દેસાઈની અજીબ દાસ્તાનથી થઈ હતી. ત્યાર બાદ તેણે “ગમન,” “ઉમરાવ જાન,” “પુરાણ મંદિર,” “આશિક આવારા,” “કભી હાં કભી ના,” “હમ આપકે હૈ કૌન,” “હમ સાથ સાથ હૈ,” “કહો ના પ્યાર હૈ,” “મસ્તી,” “આદિ શાંઓ,” “મુજ બરોગી,” જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. “મૈં હું ના,” “કલ હો ના હો,” “ફના,” “ઓમ શાંતિ ઓમ,” અને “હમશકલ્સ.” તેણે “યે જો હૈ ઝિંદગી,” “ઘર જમાઈ,” “સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ,” અને “કોમેડી સર્કસ” જેવા ટીવી શોમાં તેમના કામ માટે પણ પ્રશંસા મેળવી હતી.
તેમના અવસાનના સમાચાર સાથે જ, અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. દિગ્દર્શક અશોક પંડિતે લખ્યું “અભિનેતા સતીશ શાહના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. એક પ્રતિભાશાળી અભિનેતા અને અદભૂત માણસને ખોયો છે.”
ફિલ્મ ઉદ્યોગમાં સતીશ શાહને એક બહુમુખી અભિનેતા તરીકે યાદ કરવામાં આવશે. જેમણે હાસ્ય અને ગંભીર બંને પ્રકારની ભૂમિકાઓને જીવંત બનાવી હતી. તેમના અભિનય અને વ્યક્તિત્વની છાપ વર્ષો સુધી લોકોના દિલમાં રહી રહેશે.