Gujarat

પ્રેમમાં પાગલ દિકરીના પગે પડી આજીજી કરી છતાં દિકરીએ માતા-પિતાને ઓળખવાનો ઇનકાર કરી દીધો

બનાસકાંઠા : આજના સમયમાં લોકો પ્રેમમા એવા પાગલ હોય છે કે પોતાના માતાપિતા અને પરિવારને (family) ભુલી જતા હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાંથી (Banaskantha) સામે આવી છે. બનાસકાંઠાના દિયોદર (Deodar) તાલુકામાં આવેલા રૈયા ગામની એક યુવતીએ ઘરેથી ભાગીને પ્રેમલગ્ન (love marriage) કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ તે પોલીસ સ્ટેશને (Police Station) હાજર થઈ હતી જ્યાં તેણે પોતાના માતાપિતાને ઓળખવાની ના પાડી હતી. માતાપિતા દિકરી અને તેના પ્રેમીના પગે પણ પડ્યા હતા. જ્યાં માતાપિતાના હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ આ યુવતી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

દિકરી ઘરેથી કામ પર જવાનુ કહી ને નિકળી હતી
સમગ્ર ઘટનાની વાત કરીએ તો રૈયા ગામની અકે ગરીબ પરિવારની દિકરી સાવારે ઘરેથી નિકળી ગઈ હતી. દિકરી ઘરેથી કામ પર જવાનુ કહી ને નિકળી હતી. સાંજ સુધી દિકરી ઘરે પાછી આવી ના હતી. દિકરી ઘરે પાછી ના આવતા પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતા. દિકરી ઘરે પાછી ના આવતા પરિવારજનોએ દિકરી ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ તેમ છતા તેનો કોઈ અતો-પતો લાગ્યો ન હતો.

પોતાના માતાપિતાને ઓળખવાની ના પાડી હતી
આ ઘટના વચ્ચે એવી જાણકારી મળી હતી કે તે યુવતીએ તેના પિતાના મોટાભાઈના સાળા સાથે ભાગી ને પ્રેમ લગ્ન કરી લીધા હતા. આ જાણ પોલીસને થતા પોલીસે બંને ને દિયોદર પોલીસ મથકે હાજર રહેવાનું કહ્યુ હતુ. દિયોદર પોલીસ મથકે હાજર થતા દિકરીએ પોતાના માતાપિતા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. આટલુ જ નહી તેણે પોતાના માતાપિતાને ઓળખવાની પણ ના પાડી હતી. ઓળખવાની ના પાડતા માતાપિતા દિકરી અને તેના પ્રેમીના પગે પડ્યા હતા. આમ છતાં દીકરી ટસની મસ થયા વિના પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હતી.

Most Popular

To Top