સુરત: તાલીબાન દ્વારા ગઈકાલે કાબૂલની સાથે સમગ્ર અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરતમાં અફઘાનિસ્તાનના 14 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ અહીં સુરક્ષિત હોવાથી તેમના માતા-પિતા અને પરિવારને પણ સુરતમાં લાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
20 વર્ષોમાં અમેરિકા અને એના સાથી દેશોએ અફઘાનિસ્તાનની કાયાપલટ કરવાનું અભિયાન ચલાવ્યું એનો ખૂબ જ ખરાબ અંત આવ્યો હતો. અફઘાનિસ્તાનના પશ્ચિમી દેશોએ તાલીમ આપેલા સલામતી દળો તાલિબાન સામે ક્યાં ઘૂંટણિયે પડી ગયા હતા ક્યાં ભાગી ગયા હતા. અમેરિકાનું સૈન્ય પૂરેપૂરું હજી આ મહિનાના અંતમાં પાછું ખેંચાવાનું છે એના એક સપ્તાહ પૂર્વે જ બંડખોર તાલિબાનોએ સત્તા કબજે કરી લીધી છે. વીર નર્મદ દિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા 4 મહિલા અને 3 પુરુષ તથા એસવીએનઆઈટીમાં અભ્યાસ કરતા બીજા 7 મળી કુલ 14 વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા છે.
અફઘાનિસ્તાનમાં રહેતા પરિવારજનો કપરી સ્થિતિમાં મુકાયા હોવાથી ભારત સરકાર દ્વારા તેમને આશરો આપવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. કુલપતિ કે.એન.ચાવડાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળી સરકારમાં રજૂઆત કરવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓને રહેવા, અને જમવામાં તેમજ તેઓ પરિવારનો સંપર્ક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરતમાં આ વિદ્યાર્થીઓ ખૂબ જ સરક્ષિત અનુભવી રહ્યા છે.
પરિવાર સાથે વાત કરવા સુવિધા ઉભી કરાઈ
વીર નર્મદ દિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લીક એડમીનીસ્ટેવી ડિપાર્ટમેન્ટમાં 3, પીએચ.ડીનો અભ્યાસ કરી રહેલા 2 વિદ્યાર્થીઓ, તેમજ એમ.એસ.સી મેથ્સનો અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહી શકે તે પ્રકારની વિડીયો કોન્ફરન્સ સહિતની સુવિધા યુનિવર્સિટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને ફોન પર પરિવારનો રડવાનો જ અવાજ સંભળાયો
યુનિર્સિટીની હોસ્ટેલમાં રહેતા અફઘાનીસ્તાનના વિદ્યાર્થીઓ સતત તણાવમાં છે. વિદ્યાર્થીઓ જયારે પણ પરિવારજનોનો સંપર્ક કરી રહ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓને ફોનમાં પણ પરિવારજનોનો રડવાનો અવાજ સાંભળવા મળી રહ્યો હોવાથી ગુજરાત અને ભારત સરકારે પણ યોગ્ય માહોલ ઉભો કરવો જરૂરી બન્યું છે.
વિદ્યાર્થીનું નામ અભ્યાસક્રમ
આરઝુ રાહીમી બી.બી.એ
ક્યુમુદ્દીન અંદીશ પીએચ.ડી(ઇકોનોમીક્સ)
રાઝીયા મુરાદી એમ.એ પબ્લીક એડમીન
જુમા રાસુલી પીએચ.ડી(ઇકોનોમીક્સ)
ફાતીમા કરીમી એમ.એ પબ્લીક એડમીન
અમૌલા મઝલોમયાવ એમ.એ પબ્લીક એડમીન
હામીદા નાસીર એમ.એસ.સી મેથ્સ