સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા એ આરટીઆઈ એક્ટ હેઠળ મેળવેલા ડોક્યુમેન્ટના આધારે એવો આક્ષેપ કર્યો છે કે, સુરત એરપોર્ટથી વિમાનને ટેકઓફ અને લેન્ડિંગને નડતરરૂપ બિલ્ડિંગ ને રીડ્યુસ લેવલ સર્ટિફિકેટ (RL સર્ટિફિકેટ) આપવામાં મોટું કૌભાંડ થયું છે. આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોશી, સુરત કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સુરતને મોકલેલા પત્રમાં સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગનાં RL પ્રમાણપત્ર કૌભાંડની વિજિલન્સ તપાસ યોજવા માંગ કરવામાં આવી છે.
- બિલ્ડરો અને આર્કિટેક્ટ દ્વારા જે દિવસે અરજી કરવામાં આવી એ જ દિવસે RL પ્રમાણ પત્ર ઈસ્યુ થયા
- RL પ્રમાણપત્ર કૌભાંડની વિજિલન્સ તપાસ યોજવા ચીફ સેક્રેટરી, કલેકટર અને મ્યુનિ.કમિ. સમક્ષ માંગ
પત્રમાં દાવો કરાયો છે કે, કેટલાક બિલ્ડિંગ માટે RL સર્ટિફિકેટ લેવા માટે આર્કિટેક્ટ અને બિલ્ડરો એ જે દિવસે અરજી કરી એ જ દિવસે આ પ્રમાણપત્રો ઇશ્યુ કરી દેવાયા છે. જ્યારે આ પ્રમાણપત્ર લેવા માટે સ્થળ સ્થિતિની તપાસ અને એનો અહેવાલ બનાવવો જરૂરી છે. એ કામ એક દિવસમાં શક્ય નથી. મળવા પાત્ર ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈ મેળવવા નાયબ કાર્યપાલક ઈજનેર પાસેથી ખોટા RL પ્રમાણ પત્ર મેળવવામાં આવ્યા છે. એકશન કમિટીએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ઈમારતમાં કાયદામાં અનુવાદનીય ઉચાઇ કરતા વધુ ઉચાઇ મળે અને વધુ ફ્લેટ / ઓફિસનું નિર્માણ થાય તે હેતુ SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેર પાસેથી ખોટા RL પ્રમાણ પત્ર જારી કરવવાનું કૌભાંડના ભાગરૂપે આજ આ તમામ બિલ્ડીંગો એરપોર્ટના નડતરરૂપ સાબિત થયા છે.
એરપોર્ટ નજીકના કઈ બિલ્ડીંગ કેટલા દૂરના રેખાંશ અને અક્ષાંશ છેની સાથે સમુદ્ર લેવેલથી જમીન કેટલી ઉચી કે નીચી તે રીડીંગ આર એન્ડ બીના સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેરને આપી દેતા હતા. જે રીડીંગ ખરેખર જે જગ્યાએ ઈમારત બનાવવાના હતા, તેનાથી દૂર, એરપોર્ટના રનવેથી દૂરના આપી દેવામાં આવતા હતા. ઓફિસમાં બેઠા-બેઠા અરજી મળ્યા ના તે જ દિવસે મોટા ભાગના આ પ્રમાણ પત્ર જારી કરવામાં આવ્યા છે. સુરત એરપોર્ટ વિસ્તારમાં વધુ ઉચાઇ મેળવવા બિલ્ડર,આર્કિટેક અને અધિકારીઓ દ્વારા રચવામાં આવેલ ષડ્યંત્ર આજે 70 લાખની વસ્તી ધરાવતા સુરત શહેર માટે ખતરા સમાન સાબિત થયું છે.
સુરત એરપોર્ટની નજીકના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવેલ ઈમારતો વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮ માં થયેલ એરોનોટિકલ સર્વેમાં વિમાનની લેન્ડીંગ પ્રક્રિયામાં નડતર રૂપ સાબિત થયું છે. જે અંગે AAI દ્વારા વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ માં નોટીસ જારી કરીને વેસુ વિસ્તારમાં (R22) બની ગયેલ ૪૩ જેટલા પ્રોજેક્ટને તાકીદ કરીને નડતરરૂપ ભાગ તોડી પાડવા સૂચના આપવામાં આવી છે. પણ આ તમામ બિલ્ડીંગો પાસે AAI દ્વારા જારી કરવામાં આવેલી NOC, સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલ રજા ચિઠ્ઠી, સુરત મહાનગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવેલ મંજુર પ્લાન અને મોટા ભાગના પ્રોજેક્ટોને સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલ BUC પણ ઉપલબ્ધ છે. છતાં આ નિયમ વિરુધ કામ કઈ રીતે થયું છે તે અંગે આ પત્ર લખી અમે ઈમારતોમાં નડતરરૂપ ઉચાઇ દૂર કરવા માટે, બિલ્ડર, આર્કિટેક અને અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાયદેસરણી કાર્યવહી કરવા માંગ કરીએ છીએ.અને જે તે વિભાગ આ અરજી પર હિયરિંગ રાખે ત્યારે પુરાવા સાથે પ્રમાણસર રજૂઆત કરવા તત્પર છીએ.
કયા કયા છ મુદ્દાની તપાસ માંગવામાં આવી ?
(1) સુરત એરપોર્ટ નજીકના વિસ્તારોમાં હાઇરાઇસ ઈમારતો બનાવનાર બિલ્ડરો આ તમામ પ્રોજેક્ટો નિર્ધારિત જગ્યા પર જ બનાવવામાં આવ્યા છે, એટલે કે જે પ્રોજેક્ટ બનાવવામાં આવેલ છે તેની TP (ટાઉન પ્લાનિંગ) નંબર, SR (સર્વે) નંબર, FP (ફાઈનલ પ્લોટ) નંબર, લોકેશન પ્લાન જેવી તમામ બાબતો સાચી અને ચોક્કસ છે. એટલે જે જગ્યા પર ઈમારત બનાવવા માટે સુરત મહાનગરપાલિકામાં પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા છે અને મંજુરી મેળવી છે તે જ જગ્યા પર આ તમામ ઈમારતો બની છે?
(2) સુરત એરપોર્ટના ૨૦ કી.મી વ્યાસમાં સમાવિષ્ટ વિસ્તારમાં બાંધકામ કરતા પહેલા AAI પાસેથી બિલ્ડીંગની ઉચાઇ અંગેની NOC લેવાનું હોય છે. આ NOC માટે આશરે વર્ષ ૨૦૧૫ સુધી R&B (માર્ગ અને મકાન) ડીપાર્ટમેન્ટથી RL પ્રમાણ પત્ર મેળવવું જરૂરી હતું. જેમાં મુખ્ય સમુદ્ર લેવેલથી જમીન કેટલી ઉચી છે અને જમીનનું Longitude and Latitude ( રેખાંશ અને અક્ષાંશ ) નો પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો.
(3) બિલ્ડરો વતી કામ કરી રહેલા આર્કિટેક્ટો ઉપરોક્ત RL પ્રમાણ પત્ર મેળવવા માટે R&B (માર્ગ અને મકાન) ડીપાર્ટમેન્ટ, નાનપુરા, સુરતને અરજી કરતા અને R&B ડીપાર્ટમેન્ટના SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા આ RL પ્રમાણ પત્ર જારી કરવામાં આવતા હતા.
(4) R&B ડીપાર્ટમેન્ટના SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેરને કાયદેસર સ્થળ તપાસ કરીને પ્રોજેક્ટ મુકવામાં આવેલા જમીન નું Longitude and Latitude ( રેખાંશ અને અક્ષાંશ )ની તપાસ કરી ખાતરી કરીને પછી RL પ્રમાણ પત્ર જારી કરવાની જવાબદારી છે.
(5) R&B ડીપાર્ટમેન્ટના SVRE કોલેજ સબ ડીવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મુખ્ય સમુદ્ર લેવેલથી જમીન કેટલી ઉચી કે નીચી છે તેની પણ વિગત ચકાસીને RL પ્રમાણ પત્ર જારી કરવાનું હોય છે.
(6) આ સાથે 43 બિલ્ડિંગ ની યાદી આપી છે. જેમાં એરપોર્ટ નજીકના કઈ બિલ્ડીંગ કેટલા દૂરના Longitude and Latitude ( રેખાંશ અને અક્ષાંશ ) આપ્યા છે તેની લીસ્ટ મુજબ તપાસ થવી જોઈએ.આઈમારતોમાં નડતરરૂપ ઉચાઇ દૂર કરવા માટે, બિલ્ડર, આર્કિટેક અને અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ.