Charchapatra

ખોટી ભ્રામક માન્યતાઓ

સમાજમાં ખોટી અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આપણી શ્રદ્ધા જ અંધશ્રદ્ધા સુધી લઈ જાય છે. આ સૃષ્ટિના સર્જન કર્તા ઈશ્વર છે.. એવી ભ્રામક વાતો છે. પૃથ્વીનું સર્જન થયું તે પહેલા ઈશ્વર હતા? ના ,આ તો આપણે ઉત્પન્ન કરેલા ઈશ્વર છે. આપણી વિચારવાની સીમા પૂર્ણ થાય ત્યાંથી ઈશ્વરનો જન્મ થતો હોય છે. બીજ નિર્જીવ છે. જમીનમાં વાવીએ એટલે બીજમાંથી અંકુર ફૂટે છે. બધા આખડી રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે એ પણ ભ્રામક વાત છે. મહેનત-ખંત અને પરિશ્રમથી જ તમારું લક્ષ્ય પ્રાપ્ત થાય છે.  પરીક્ષા વખતે દહીં ખાવાથી તમારી યાદ શક્તિ વધે છે અને તમે પાસ થાવ છો ..એ પણ એક ભ્રામક વાત છે. 

શુક્રવાર ,શનિવાર કરવાથી તમને ફાયદો થાય છે ..એ પણ એક ભ્રમક વાત છે.  ઉપવાસ કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે એ પણ ખોટી માન્યતા છે.  મંદિર પર ધજા ચઢાવવાથી ‘મોક્ષ’ પ્રાપ્ત થાય છે એ પણ એક ભ્રામક વાત છે. શુકન- અપશુકન ,શુભ- અશુભ આપણી ખોટી માન્યતાઓ છે.  શું તમે ઈશ્વર- અલ્લાહનું નામ લખીને આવો પરીક્ષાના પેપરમાં તો તમે પાસ થઈ જાવ છો? ના ,એ તો તમે પરીક્ષામા સાચા જવાબ લખ્યા હોય તો જ તમે ઉત્તિર્ણ થાવ છો.  રાશિ પ્રમાણે અમુક કપડાં પહેરો તો તમારું કલ્યાણ થાય છે.. એ પણ ખોટી વાત છે.  પગપાળા તમે અંબાજી જાવ તો માતા પ્રસન્ન થાય છે ..એ પણ ખોટી વાત છે.  લીંબુ -મરચાં ટિંગાડવાથી નજર લાગતી નથી.. એ પણ ભ્રામક વાત છે.

વાસ્તુશાસ્ત્ર ઉપજાવી કાઢેલી વાત છે.  ‘સત્યનારાયણ’ની કથા એ ‘અસત્યનારાયણ’ની કથા છે. ‘જ્યોતિષ’ અને ‘ભુવા’ ભોળા માણસને લૂંટે છે… ખોટી ભ્રામક વાતોમાં એઓ લલચાવે છે. સ્વજનના મૃત્યુ પ્રસંગે 11 માં ,12 માં, 13 માંની વિધિઓ અમે કરાવી નથી… ક્રિયાકાંડ એ પણ ભ્રામક વાત છે. અંધ શ્રદ્ધાયુક્ત તહેવારો અમે મનાવતા નથી… એ બધી વાતો પણ ભ્રામક છે. દા. ત.શીતળા સાતમ, ઉપવાસ વગેરે. ઘરનું વાસ્તુ એ પણ ભ્રામક વાત છે. સાધુ સંતોના પગલાં પવિત્ર હોય છે એવું પણ ન માનવું જોઈએ…! આપણી લાલચ જ આપણને ભ્રામક વાતોમાં અટવાવે છે. ‘નજર લાગવી’ એ પણ ભ્રામક વાત છે એવું કશું જ હોતું નથી! હંમેશા કર્તવ્ય પરાયણ અને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખનાર માણસ આવી વાતોમાં ફસાતો નથી. અસ્તુ!
સુરત     – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ મહાનગરપાલિકા કામ કર્યા વિના પોતાને મહાન પુરવાર કરવામાં ઉસ્તાદ છે
સુરત મહાનગરપાલિકા જૂઠી છે. પોતાનાં કાર્યો કર્યા વિના મહાન કાર્યોનું સન્માન મેળવવા તે રમતો કરે છે. સ્વચ્છતામાં દસમા નંબરે પણ ન આવે તે આખા દેશમાં પહેલા યા બીજા ક્રમે આવી જાય છે. પ્રદૂષિત હવાની ભરમાર હોય ત્યાં શુદ્ધ હવાના શહેરનું સન્માન મેળવે છે. રસ્તાઓ અત્યંત ખરાબ હોયને અખબારો ટીકા કરે તો બીજા દિવસે જાહેર કરે કે એક જ દિસવમાં આટલા રસ્તા રિપેર થઇ ગયા. ટેબલ પર બેઠા તેઓ કાગળિયા પર આંકડા, વિગતો ઊભા કરી લોકોને જણાવે છે કે અમે કામગરા છીએ. કેન્દ્રથી માંડી રાજ્ય અને પાલિકાઓમાં ભ્રમ ઉપજાવી મહાન કાર્યો કર્યાનો જાહેર સંતોષ મેળવાય છે. કાઢો આ સરકારને તેના તંત્રને.
સુરત     – રાજવી શેઠ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top