અભિનય, ગીત સંગીત ગાયન, રમત ગમત, સાહિત્ય લેખન, વીર કૃત્ય, સમાજ કે દેશની સેવાનાં યશોગાન, જ્ઞાન વિદ્વાનની સિધ્ધિ, અનેક પ્રકારની કલાઓમાં પ્રભાવ અને આવા બધાં કારણોસર સન્માન, પુરસ્કાર, એવોર્ડ, મેળવનાર વ્યકિત લોકપ્રિયતાની ઊંચાઇએ પહોંચી જાય છે તે પછી ગૌરવ ગરિમા જાળવવા જરૂરી છે તેને બદલે ધનપ્રાપ્તિ, રાજકીય લાભો, સાંપ્રદાયિક જયજયકારમાં ડૂબી જાય ત્યારે ઊંચાઇએથી પતન પામે છે તેની ઉંચાઇ પણ ડૂબી જાય છે.
રાજકીય વ્યાવસાયિક પ્રચારમાં તેની લોકપ્રિયતાનો દુરુપયોગ કરનાર સેલિબ્રિટિ અવિશ્વસનીય બની જાય છે. ચાલાક ઉત્પાદકો, વેપારી કંપનીઓ તેમના માલના વેચાણ માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રચાર કરવા સેલિબ્રિટીના નામ અને છબિનો ઉપયોગ કરે છે.
બેફામ નફાખોરી કરે છે. આવી સેલિબ્રિટીને પ્રચાર કરવાની વસ્તુની સાચી ખબર પણ હોતી નથી. ભેળસેળ કે ગુણવત્તા યા અસરકારક પરિણામથી અજાણ હોય છે છતાં ટી.વી.ના સ્ક્રીન પર કે ફિલ્મમાં બેધડક પ્રચાર કરે છે, પ્રજા છેતરાય તેની પરવા તેમને હોતી નથી, ચૂંટણીમાં પોતાની લોકપ્રિયતા વટાવી ખાઇ ચૂંટાઇ જાય છે અને જનસેવાથી વિમુખ રહે છે.
કયારેક તો અસામાજિક તત્વો કે રાષ્ટ્ર વિરોધી તત્વો સાથેની સાંઠગાંઠ પણ હોય છે. ભોળી પ્રજા ભોળવાય છે. કાયદેસરની કોઇ કાર્યવાહી થતીન થી. કડક કાયદાઓ થાય, તેનો ચૂસ્ત અમલ થાય અને પ્રચારક સેલિબ્રિટીની જવાબદારી નક્કી થાય તે ખૂબ જરૂરી છે. લોકપ્રિયતાની ઊંચાઇને ત્યારે નાથી શકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.