SURAT

સુરતીઓ શું તમે નકલી પનીર-ઘી ખાઈ રહ્યાં છો? ગોડાઉન પકડાયા

સુરતઃ સુરતના લોકો સ્વાદના શોખીન છે. વીક એન્ડ પર હોટલ રેસ્ટોરન્ટમાં મોટી ભીડ દેખાતી હોય છે. મોટા ભાગે લોકો હોટલ રેસ્ટોરન્ટમાં પનીરની આઈટમો ખાવાનું પસંદ કરતા હોય છે, ત્યારે સુરતીઓને એ જાણીને આઘાત લાગશે કે શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી પનીર અને ઘી વેચાઈ રહ્યાં છે. જે મોટા ભાગે હોટલોમાં જ સપ્લાય થતા હોય છે. આજે ફરી એકવાર સુરતમાં નકલી પનીર ઘીના ગોડાઉનો પકડાયા છે.

ગત મે મહિનામાં ઉધના ઝોન વિસ્તારના પાંડેસરા વિસ્તારમાં આવેલી ચીકુવાડી વિસ્તારમાં એક આઈસર ટેમ્પોમાં બનાવટી પનીર હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પાલિકાએ 230 કિલો બનાવટી જથ્થો ઝડપી પાડયો હતો.

દરમિયાન આજે સુરત પાલિકાના ફૂડ વિભાગ અને વરાછા પોલીસ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત દરોડામાં 150 કિલોથી વધુનું શંકાસ્પદ પનીર ઝડપાયું હતું. પાલિકા અને પોલીસે કરેલા દરોડામાં ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હોટલમાં જાય તે પહેલાં આ પનીર નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પણ સુરતમાં નકલી કે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. જેના કારણે સુરતની હોટલમાં પીરસાતું પનીર અસલી છે કે નકલી તે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

પાલિકાના વરાછા ઝોનમાં વરાછા તાસની વાડીમાં નકલી પનીર હોવાની માહિતી પાલિકાને મળી હતી. પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સાથે સંયુક્ત કામગીરી કરીને 150 કિલોથી વધુ માત્રામાં શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે અને આ શંકાસ્પદ પનીર સાથે ત્રણ લોકોની અટકાયત કરી છે અને પનીર ક્યાંથી આવ્યું અને ક્યા મોકલવાનું હતું તેની તપાસ હાથ ધરી છે.

પુણા અને સારોલીમાંથી ઘીના ગોડાઉન ઝડપાયા
સુરતમાં ઝોન 1 LCB ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પુણા અને સરોલી ગામમાંથી મોટા બે ગોડાઉન ઝડપી પાડ્યા છે. ઝોન 1 LCB દ્વારા 63 લાખ ઘીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબ્જે કરી સેમ્પલો લીધા છે. ગોડાઉનમાં ઘી બનાવી અને અલગ અલગ પેકેટમાં પેક કરતાં હતા. શંકાસ્પદ ધીનો જથ્થો સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેચતા હતાં. પુણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. ઝોન 1 LCB દ્વારા 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

Most Popular

To Top