National

જ્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું તે ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપની શું છે સ્થિતિ?, જાણો..

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ દેશને ચોંકાવી દીધો છે. 400 પારના સૂત્ર સાથે એનડીએ આ વખતે ચૂંટણી જંગ લડ્યું હતું પરંતુ ચૂંટણી પરિણામના ટ્રેન્ડમાં એનડીએને 300 સીટના પણ ફાંફાં પડી રહ્યાં છે. પાછલી ટર્મમાં એનડીએની સૌથી મોટી ઉપલ્બ્ધિ રામ મંદિર નિર્માણને માનવામાં આવી રહી હતી ત્યારે રામ મંદિર જ્યાં બન્યું છે તે ફૈઝાબાદની લોકસભા બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. તો ચાલો જાણીએ ફૈઝાબાદની બેઠકની શું સ્થિતિ છે…

બપોરે દોઢ વાગ્યા સુધીમાં ફૈઝાબાદની લોકસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી છે. અહીં ઈન્ડિયા ગઠબંધનના અવધેશ પ્રસાદને 194100 જ્યારે ભાજપના લલ્લુસિંહને 191055 મત મળ્યા છે. આમ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 3045 વોટથી આગળ છે.

ભવ્ય રામ મંદિરનું જ્યાં નિર્માણ થયું છે તે ફૈઝાબાદની લોકસભા બેઠક પર શરૂઆતના તબક્કામાં ભાજપના ઉમેદવાર પાછળ ચાલી રહ્યાં હતા. ફૈઝાબાદની લોકસભા સીટ પર ઈન્ડિયા ગઠબંધન તરફથી ચૂંટણી લડેલા સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ શરૂઆતમાં 5326 વોટોથી આગળ ચાલી રહ્યાં હતા. અવધેશ પ્રસાદને 76410 વોટ મળ્યા હતા તેની સામે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 71,084 વોટ જ મળ્યા હતા. બસપાના સચ્ચિદાનંદ પાંડેયને ઘણા પાછળ હતા.

ફેઝાબાદની લોકસભા સીટ પર પાંચમા તબક્કામાં 20 મેના રોજ ચૂંટણી યોજાઈ હતી. અહીં 59.10 ટકા વોટીંગ થયું હતું. કાઉન્ટિંગના શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ હતી ત્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં હતાં. જોકે, બાદમાં ઈવીએમ વોટની ગણતરી શરૂ થઈ ત્યારે ભાજપના લલ્લુસિંહ આગળ નીકળ્યા હતા. સવારે 11 વાગ્યા સુધીમાં ભાજપના ઉમેદવારને 19588 વોટ અને સપાના ઉમેદવારને 13191 વોટ મળ્યા હતા.

Most Popular

To Top