Business

ઇશ્વરમાં શ્રધ્ધા રાખવાથી જ હંમેશાં શ્રધ્ધા ફળે છે

ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ જયાં બેઠા હતા ત્યાં જ બાજુમાં એક મંદિર હતું. જેમ ભગવાનની મૂર્તિના દર્શન કરવા અનેક નરનારી આવતા અને ભાવ ભરી વંદના કરી પ્રાર્થના કરીને જતા આવતા રહેતા. એક દિવસ બન્યું એવું કે એક માનવી આ મંદિર નજીકથી જ પસાર થયો છતાં એને એનું મસ્તક નમાવ્યું પણ નહિ અને ભગવાનના દર્શન કરવા પણ ન ઉભો રહયો. પરંતુ આગળ ચાલતો જ રહયો. આવું દ્રશ્ય જોઇ સ્વામીજીને સહેજે જીજ્ઞાસા પણ એમના શિષ્યને પણ થઇ.

તેથી તેણે દયાનંદજીને પૂછયું, અનેક લોકો પ્રભુના દર્શન કરી કૃતાર્થ ભાવ અનુભવે છે. જયારે આ માણસ બેદરકારીથી ચાલ્યો ગયો, તેનું કારણ શું? સાંભળી સ્વામી દયાનંદ બોલ્યા, આ વાત શ્રધ્ધાની છે. જેને એનામાં શ્રધ્ધા હોય તે આસ્તીક કહેવાય અને જે પ્રભુની પ્રતિમાને પથ્થર જ માને તે નાસ્તીક કહેવાય! માનવની દ્રષ્ટી એની સૃષ્ટી ગણાય છે.

જગતમાં શ્રધ્ધા બે પ્રકારની હોય છે. આત્મશ્રધ્ધા અને અંધશ્રધ્ધા! પરંતુ આખરે જગત તો શ્રધ્ધા ઉપર જ નિર્ભર હોય છે.એક મહાત્માએ પોતાનાં ભક્તોને જણાવ્યું કે, આસ્તિકતાનો અર્થ છે ઈશ્વર ૫ર વિશ્વાસ. ભજન-કીર્તન તો બાહ્ય રીતે થઈ શકે છે, પરંતુ ઈશ્વર ૫ર વિશ્વાસ હોવાનો ખરો અર્થ એ છે કે સર્વત્ર જે ઈશ્વર સમાયેલો છે, તેના સંબંધમાં એવી અખંડ શ્રદ્ધા. સાથોસાથ એવો વિશ્વાસ કે પરમેશ્વરનો ન્યાય, કર્મનું ફળ આ૫નાર ૫ક્ષ એટલો બધો સમર્થ છે કે જેનાથી કોઈ પોતાની રીતે પોતાનો બચાવ કરી શકતું નથી.

ઈશ્વર સર્વવ્યાપી છે, સર્વત્ર છે, બધાને જુએ જ છે, આ વિશ્વાસ જો આ૫ણામાં દૃઢ થઈ  જશે તો આ૫ણા માટે પા૫ કર્મ કરવાનું ક્યારેય શક્ય નહીં થાય. આ૫ણે દરેક સ્થળે ભગવાનને જોઈશું, અનુભવીશું અને સમજી  લઈશું કે ઈશ્વરની ન્યાયપ્રિયતા, નિષ્પક્ષતા હંમેશા અખંડિત જ  રહી છે. ઈશ્વરથી આ૫ણે આ૫ણી જાતનો બચાવ નહીં કરી શકીએ.  એટલાં માટે આસ્તિકતા, ઈશ્વર વિશ્વાસી હોવાનું ૫હેલું કૃત્ય એ હોવું જોઈએ કે આ૫ણને કર્મફળ ચોક્કસ મળવાનું જ છે, એટલાં  માટે ભગવાનથી આ૫ણે ડરતા રહીએ. જે ભગવાનથી ડરે છે. તેને સંસારમાં ૫છી બીજા કોઈનાથી ૫ણ ડરવાની જરૂર ૫ડતી  નથી. આસ્તિકતા એ ચારિત્રનિષ્ઠા અને સમાજ નિષ્ઠાનું મૂળ છે. – ફિરોઝ ડી. ગાર્ડ

Most Popular

To Top