Vadodara

વિજ્ઞાનના જમાનામાં મહિલાઓ માટેઅંધશ્રધ્ધા પર શ્રધ્ધા જોખમી

વડોદરા: વડોદરા સહિત ગુજરાત ભર માં અંધશ્રદ્ધા એ માજા મૂકી છે. જાતે જ બની બેઠેલા જ્યોતિષ, માતાજી ના ભુવાજી, દોરાધાગા કરતા લોકો નો રાફડો ફાટ્યો છે. વડોદરા માં કેટલાક સ્થાનિક અને બહાર થી આવી હોટલો માં રોકાઈ ને મોટી જાહેરાતો આપી ને દુઃખ દર્દ, સમસ્યા દૂર કરવાની ગેરંટી આપતા બાબાઓ રોજ કેટલાય લોકો ને શિકાર બનાવતા હોય છે. જેમાંથી ભાગ્યેજ કેટલાક કિસ્સાઓ બહાર આવે છે. શહેર માં સરેરાશ પાંચ જેટલાં લોકો લંપટ બાબાઓ ના શિકાર બનતા હોય છે. થોડા દિવસ પહેલા ગોત્રી પોલીસ સ્ટેશન માં નોઘયેલા ગુના મુજબ પરણિત યુવતીના દુઃખ દૂર કરવા કપડાં ઉતરાવી યુવતી સાથે સબંધ બાંધનાર ભાવનગર ના જ્યોતિષ ની ઘરપકડ.કરવામાં આવી હતી.

જ્યોતિષ શાસ્ત્ર ને બદનામ કરતા આવા જ્યોતિષો સામે કડક પગલાં ભરવાની જરૂર છે. તા.15/4/2023 ના રોજ અંધશ્રદ્ધા માં આવી જસદણ ના વિછિયા ગામે પતિ પત્ની એ પોતાના માથા હવન કુંડ માં હોમી દેતા ચકચાર મચી ગઈ હતી. ગીર સોમનાથ માં એક પિતાએ અંધશ્રદ્ધા માં સગી માસુમ દીકરી ને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જયારે 16મી ઓગસ્ટ 2021 માં દ્વારકા જિલ્લા ના ઓખા મઢી ગામે પત્ની ને મસાણી મેલડી આવે છે કહી ને પાંચ લોકો એ ગરમ સાકળ સળગતા લાકડા મારી ને મોત ને ઘાટ ઉતારેલ જયારે કોરોના કાળમાં વડોદરા ના ભુવાજી હસમુખ બારોટે તેમનો જાપ કરેલો દોરો પહેરશો તો કોરોના તમારી થી દૂર રહેશે તેવો મેસેજ વાયરલ થયો હતો અન્ય એક કિસ્સા માં 14 મી ડિસેમ્બર 2022 માં બનાસકાંઠા ના ધાનેરા ના ગોલા ગામે એક પરિવાર દુઃખ દૂર કરવાના ચક્કર માં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. આ બધા પોલીસ ચોપડે નોંધાયેલા ગુના છે. ન નોંધાયેલ ગુનાઓ અગણિત છે. ગાંધીનગર ના રૂપાલ ગામના ઢબુડી માં ધનજી ઓડ નો કિસ્સો જગ જાહેર છે.

અંધશ્રદ્ધાનો ભોગ સૌથી વધારે મહિલા જ કેમ બને છે
સમાજના ઘણા લોકો અંધશ્રદ્ધાની આગમાં સળગી રહ્યા છે આજેપણ ઘણા સમાજમાં અંધવિશ્વાસના નામે સ્ત્રીઓનો ભોગ લેવાય છે. આજે પણ મેલીવિદ્યાના નામે મહિલાઓના શરીર સાથે વિવિધ યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે.ડાકણ હોવાનો ઢોંગ કરીને કેટલીય મહિલાઓની હત્યા કરવામાં આવશે?અંધવિશ્વાસના જે કેસોમાં મહિલાઓની હત્યા થાય બળાત્કાર થાય છેડછાડ થાય તેમાં મોટા ભાગના કિસ્સા પાછળ મિલકતનો વિવાદ પ્રેમ પ્રકરણ, દારૂડિયો પતિ, ત્રાસ That તો આવી હત્યા અને પીડા પાછળ કોઈ કુટંબની સમસ્યાઓ હોય છે.

કેવી રીતે છેતરે છે બાબાઓ
વિજ્ઞાનની પ્રક્રિયાની મદદથી અને ચાલાકીયા હાથમાંથી કંકુ કાઢે છે, તો કોઈ વળી નાળિયેરમાંથી ચૂંદડી કાઢે છે, દિવાસળી વગર અગ્નિ પ્રગટાવે છે, કે ગરમા ગરમ કોલસા પર ચાલી બતાવે છે, આવી પ્રક્રિયાથી લોકોને અંધશ્રદ્ધા તરફ દોરે છે. અછબડાના માતાજી, ઓરી અને માતા નીકળે તેના માતાજી, આવી અનેક અંધશ્રદ્ધા આપણા સમાજમાં ચાલે છે.
ધુતારા લોકો કરન્સી નોટો કાઢે છે, સોનું કાઢી બતાવે છે. તો તેઓ જ તેનો ઉપયોગ કેમ કરી લેતાં નથી?

Most Popular

To Top