Sports

દ. આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડૂ પ્લેેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી

દક્ષિણ આફ્રિકાના (South Africa) 36 વર્ષીય બેટ્સમેને ઘોષણા કરી દીધી છે કે તે હવે ટેસ્ટ મેચનું ક્રિકેટ રમવાનું બંધ કરશે. ડુ પ્લેસીસે (Faf Du Plessis) કહ્યું કે, તે મર્યાદિત ઓવર ક્રિકેટમાં (limited overs cricket) વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેણે આ જાહેરાત ઇન્સ્ટાગ્રામ પરથી કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર દક્ષિણ-આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે લખ્યું હતુ કે, “મારું મન સ્પષ્ટ છે અને એક નવો અધ્યાય શરૂ કરવાનો યોગ્ય સમય છે.” આ પોસ્ટ સાથે દ. આફ્રિકાના આ ઉમદા બેટ્સમેને ક્રિકેટના લાંબા ફોર્મેટ-ટેસ્ટ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. નવેમ્બર 2012માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમાવાથી શરૂઆત કરનાર આ ખેલાડીએ 9 વર્ષ રમ્યા બાદ આ નિર્ણય લીધો છે. તેણે શ્રીલંકા સામે સેન્ચ્યુરિયનમાં તાજેતરની ઇનિંગ્સમાં 199 રન બનાવ્યા હતા. જો કે પાકિસ્તાન સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ શ્રેણીમાં તેનું પ્રદર્શન નિરાશાજનક હતું.

તેણે કહ્યું કે તે રમતના મર્યાદિત ફોર્મેટમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે અને આ રીતે તે આ નિર્ણય લઈ રહ્યો છે. તેણે લખ્યું: પછીનાં બે વર્ષ આઇસીસી ટી – 20 વર્લ્ડ કપ વર્ષ છે. આને કારણે મારું ધ્યાન આ ફોર્મેટ તરફ વાળી રહ્યો છે અને હું શક્ય તેટલું વિશ્વભરમાં રમવા માંગુ છું જેથી હું શ્રેષ્ઠ ખેલાડી બની શકું. સંભવત હું દ્રઢપણે માનું છું કે આ ફોર્મેટમાં સાઉથ આફ્રિકા તરફથી હું ઘણું સારૂ રમી શકું છું. આનો અર્થ એ નથી કે વનડે ક્રિકેટ હવે યોજનાઓમાં નથી, હું ટૂંકાગાળામાં ટી -20 ક્રિકેટને અગ્રતા બનાવી રહ્યો છું.

તે ટી -20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે પરંતુ વનડે ટીમમાં તેના રોલ વિશે કંઇ પુષ્ટિ આપી નથી. આ ખેલાડીએ 69 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 40 ની સરેરાશથી 4,163 રન બનાવ્યા છે. તેના નામે 10 સદી અને 21 અર્ધસદીનો રેકોર્ડ નોંધાયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top