તાજેતરમાં રજુ થયેલ સની દેઓલની ફિલ્મ ગદર-2 એ તેના પાકિસ્તાનની સ્થિતિ અંગેની વાર્તા અને સંવાદોએ તહેલકો મચાવી દીધો છે. ખાસ કરીને સની દેવલના મિજાજી અંદાઝમાં ઉચ્ચારાયેલ બે સંવાદોએ પાકિસ્તાન સુધી ગદર મચાવી દીધો છે, કહે છે ભારત સાથે તમે શું ટકરાશો વિશ્વમાં તમારે કટોરો લઇને ભીખ માંગવાની નોબત આવી ચૂકી છે. તમને તો માંગવાથી ભીખ પણ મળે તેમ નથી. બીજા સંવાદમાં કહે છે જો પાકિસ્તાનીઓને ભરતમાં વસવાટ કરવાની છુટ આપવામાં આવે તો અડધુ પાકિસ્તાન ખાલી થઇ જાય તેમ છે.
ખરેખર આ બંને સંવાદો પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે આયનો દર્શાવનારો બની રહે છે અને જુઓ તો ખરા સમાચારની ચેનલો ઉપર એન્કરો દ્વારા પાકિસ્તાનની પ્રજાને ઉપરોકત બંને સંવાદો અંગે પૂછાયેલ પ્રશ્નો અંગે બહુધા પાકિસ્તાની જાગૃત નાગરિકી હકારાત્મક જવાબો આપતા કહ્યું હતું કે સની દ્વારા ઉચ્ચારેલ બંને સંવાદો પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો સચોટ ખ્યાલ આપે છે. વિશ્વને પછી તેનો વિરોધ કરવાનો કશો જ અર્થ નથી. એક નાગરિકે એમ કહ્યું કે પ્રજાને જો પાકિસ્તાન છોડવાની ટીકીટ આપવામાં આવે તો સાથે વિઝા છે કે નહિ તે પણ જોઇ તેમ નથી. આમ સીનેમામાં વિષયોને યથાર્થ રીતે દર્શાવાય તો પ્રજાને તે ઘણું સમજાવી જાય છે. શીખવી જાય છે. ગદર-2 તેમ કરવામાં સફળ રહી છે.
નવસારી – ગુણવંત જોષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોઈ પણ ધર્મ વિશે ટિપ્પણી કરવી અયોગ્ય છે
ચૂંટણી જેમ નજીક આવે છે તેમ રાજકીય પક્ષોનાં નેતાઓનો વાણી વિલાસ વધુ આપત્તિજનક બની રહી છે હાલમાં જ ડી.એમ.કે.ના નેતા ઉધયાનિધિ સ્ટાલીન એ સનાતન ધર્મ વિશે બુદ્ધીહીન વાંધાજનક ટિપ્પણી કરીને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મલેરીયા અને કોરોના જેવા રોગો સાથે કરી હતી અને દેશના કરોડો હિન્દુઓનો રોષ વહાટી લીધો હતો આટલુ ઓછુ હોય તેમ આ આપત્તિજનક ટીપ્પણીનું સમર્થન કોંગ્રેસમાં અધ્યક્ષના વૃક્ષ પ્રિયક ખડગે આપ્યું હતું અને આગમાં ઘી નાંખવાનું કાર્ય કરતા જણાવ્યું હતું કે જે વર્ય સમાનતાને પ્રોત્સાહન આપતો નથી એ થયેજ નથી લાગે છે કે આ બુદ્ધીહીન નેતાઓમાં વધુને વધુ નિમ્ન કક્ષાની ટીપ્પણી કરવાની હરીફાઈ લાગી છે આ રાજકીય પક્ષોના નેતાઓ જે સનાતન ધર્મ વિશેની કોઈ જાણકારી હોતી નથી. વિરોધી પ્રશ્નોમાં મુદ્દાઓનો વિરોધ કરવાનું જ તેમનું કર્મ અને કાર્ય છે પરંતુ તેઓએ એ ભુલવુ જોઈએ નહીં કે તેમના અયોગ્ય વાણી-વર્તન અને વ્યવહારની નોંધ જાગૃત જનતા જનહિત અવશ્ય લેશે જ!
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.