Madhya Gujarat

શહેરો જેવી ગામડામાં સુવિધા આપવામાં આવશે, મુખ્યમંત્રી

ગોધરા : પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલ મહેંદી બંગલો પાર્ટી પ્લોટ ખાતે ભાજપનું નૂતન વર્ષ નિમિત્તે રાખેલ સ્નેહમિલન કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. ગોધરા મહેદી બંગલો ખાતે ભારતીય જનતા પાર્ટી પંચમહાલ આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યકમ મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ભાજપ ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, સી.કે.રાઉલજી ,જયદ્રથ સિંહ પરમાર, સુમનબેન ચૌહાણ સહિત વિવિધ જીલ્લા સંગઠનો દ્વારા મૂખ્યમંત્રીને મોમેન્ટો આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.જ્યારે રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે સાલ આઢાડીને તીરકામઠુ આપીને સ્વાગત કર્યુ હતુ. સ્નેહ મિલન કાર્યક્રમ ના સ્ટેજ ઉપરથી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ભાષણમાં સૌ ઉપસ્થિતોને સ્વાગત કરીને ભાષણની શરુઆત કરી હતી.હુ કાર્યકર્તામાથી નેતા થયો છુ. પરિવાર મોટો થાય તેમ મૂશ્કેલી આવતી જ હોય છે.નાની મોટી ખટરાટમાં બીજો કોઈ પેસી ના જાય તેનુ ધ્યાન રાખવાનુ છે. વધુમા તેમને જણાવ્યુ છે.તેમને નિરામય યોજનાનુ ઉદાહરણ આપતા જણાવ્યુ કે યોજનાઓ ઓફીસમા બેઠા બનાવી શકાય છે.વિસ્તારના કામો તમારા થકી પહોચે તો તેને ન્યાય મળે છે.

તમારે જે કામ હોય તે અમારા સુધી લેતા આવશો એ કામ કેવી રીતે કરવુ તેનુ અમે આયોજન કરીશૂ સાથે સોમ-મંગળવારે બધાને મળવાની છૂટ છે.વધુમા તેમને જણાવ્યુ હતુ કે પાણીની બચત માટેના પ્રયત્નો કરવા જોઈએ. ભાજપમા સાશનમા જે કામ બોલાયુ છે.તે ધરતી પર ઉતર્યુ છે.જે કામોનુ લીસ્ટ બનાવીને અમારા સુધી પહોચાડો અમે આયોજન બધ્ધ રીતે કામો પુરા કરવામાં આવશે તેમજ શહેર જેવી ગામડામાં સુવિધા આપવા માંગીએ છે. એમ.પી. અને એમ.એલે.સાથે બેસીને જીલ્લાનુ આયોજન બનાવો જેથી અમે બજેટ મંજુર કરીને પુરી કરવાની કોશીષ કરીશુ,પંચમહાલ જિલ્લામાં હવે દરેક સુવિધા પુરી થઇ છે.

વધુમા તેમને પ્રાકૃતિક ખેતી પર ભાર મુકવા અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક ખેતી ગુજરાત સરકારનુ મિશન છે.કયા સુધી આપણે રોગોનો ભોગ બનીશુ.દરેક જીલ્લાએ પ્રાકૃતિક ખેતી તરફ વળવુ જોઈએ.લોકૌએ પણ તેમા સાથ આપવો જોઇએ. આત્મનિર્ભર ગુજરાતના સુત્ર સાથે આગળ વધવાનુ છે. ધારાસભ્ય સી.કે.રાઉલજી એ પોતાના વ્યકત્વ્ય દરમિયાન મકાઈ ડોડા બતાવ્યા હતા.મકાઈ ડોળા બતાવી મુખ્યમંત્રી પાસે જાહેર મંચ થી પાનમ કેનાલ યોજના માટે સહાય માંગી છે. સી.કે.રાઉલજીએ કહ્યું કે પંચમહાલ જિલ્લાનો મુખ્ય પાક મકાઈ છે .

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોરોનાના નિયમના જાહેરમા ધજાગરા

જે રીતે મોટી સંખ્યામાં ભાજપ અગ્રણી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અહીં જોવા મળતા દ્રશ્ય પરથી કોરોના નો કોઈ ડર અહી ઊપસ્થિત કોઈને રહયો હતો નહી. તેમજ અમુક ભાજપ અગ્રણી અને કાર્યકર્તાઓ માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. ભલે આમ પબ્લિક ને અમુક શહેર મા માસ્ક ને લઈને હજુ પણ દંડ પોલીસ દ્વારા ફટકારવામાં આવી રહયો હોય ત્યારે અહીં જોવા મળતા દ્રશ્યો ઘણું બધું કહી જાય છે..

માત્ર નિયમોનું પાલન મધ્યમ અને સામાન્ય વ્યક્તિ એ જ કરવાનું હોય એવું તો નથી ને ? જે રીતે સ્થાનિક જિલ્લા સહિત રાજ્યભરમાં હવે ધીમે ધીમે કોરોનાના દર્દીઓની સંખ્યા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાઈ રહી હોય ત્યારે આવનાર દિવસોમાં કોરોના દર્દીઓની સંખ્યા માં સતત વધારો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા રહેલી હોય જેને લઈને રાજ્ય સરકારે પણ આવા કાર્યક્રમોમાં ઓછી જનમેદની ભેગી કરવી જોઈએ તે પણ જરૂરી હોવા સાથે આવા કાર્યક્રમોને લઈને લોકોમાં પણ ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો…

Most Popular

To Top