સુરત : ફેસબુક (Facebook) પર અજાણી મહિલા (Unknown Woman)સાથે પ્રેમાલાપ કરતા દસ વખત વિચારજો. આવા જ એક કિસ્સામાં મહિલાએ મીઠી મીઠી વાતો કરીને પુરુષ મિત્રનો નગ્ન વિડીયો ઉતારવામાં આવ્યો હતો. દરમિયાન આ વિડીયો મારફત સુરતના આધેડને બ્લેકમેઇલિંગ (Blackmailing) કરવામાં આવતા સરથાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ ફરિયાદી હિરેન મગન ગોહીલ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી કે ગઇ તા. 28 ઓક્ટોબરના રોજ સાંજના આઠ વાગ્યાના સુમારે તેઓ ઘરે હતા. તે દરમિયાન કાજલ અગ્રવાલની તેઓના ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.
અનનોન રિકવેસ્ટ આવી અને યુવક જાળમાં આસાનીથી ફળાઇ ગયો
બાદમાં તેઓ પર કાજલ અગ્રવાલનો વોટસઅપ પર મેસેજ આવ્યો હતો. દરમિયાન તા. 30ના રોજ જ્યારે ફોન આવ્યો ત્યારે કાજલ અગ્રવાલનો ચહેરો દેખાતો ન હતો. ત્યારબાદ ફોન કટ થઇ ગયો હતો. દસ મિનીટ પછી કાજલ અગ્રવાલના નંબર પરથી તેઓને ફોન આવ્યો હતો કે તેઓનો બિભત્સ વિડીયો તેની પાસે છે. તમે તાત્કાલિન 14999 રૂપિયા મોકલો નહીતર આ વિડીયો વાયરલ કરી દેવામાં આવશે. તેથી ગભરાઇને હિરેન ગોહીલ દ્વારા આ નાણા બેંકમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચથી બિભત્સ વિડીયો વાયરલ થયો હોવાનુ જણાવીને હિરેન ગોહીલ પાસે નાણા માંગવામાં આવ્યા હતા. તેઓએ ત્વરીત ફોન કટ કરી નાંખ્યો હતો. આમ બ્લેકમેઇલિંગની શરૂઆત કરવામાં આવતા હિરેન ગોહીલે અજાણ્યા ઇસમો સામે સરથાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
યુપીથી ફોસલાવીને ભગાડી લાવનાર આરોપી પાસેથી કિશોરીને મુક્ત કરાવતી એસઓજી
સુરત : ઉત્તરપ્રદેશના બનારસ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલપુર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં, ૪૭૯-૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હામાં ભોગ બનનાર કિશોરીને પોલીસે છોડાવી હતી. તેના ગામનો જ યુવક અપહરણ કરી લઈ ગયો હતો. જેથી આરોપી તથા અપહ્યતને શોધી સુરત પોલીસે યુપી પોલીસને સોંપી હતી.ઉપરોક્ત સુચના અંતર્ગત ઉત્તરપ્રદેશ પોલીસ ટીમ સાથે એસ.ઓ.જી.ના માણસો સુરત શહેર વિસ્તારમાં આરોપી બાબતે તપાસ કરતા હતા. તે દરમ્યાન ISI અનિલભાઈ વિનજીભાઈ તથા HC દામજી ધનજીભાઇને મળેલી બાતમીના આધારે સુડા સેક્ટર આવાસ પાસેથી આરોપી વિકાસ રાજેશ રાજભરને ઝડપી પાડ્યો હતો.
પોલીસે કિશોરીને સહી-સલામત મુક્ત કરાવી
આ આરોપીએ કિશોરી તેના ગામની હોવાથી તેણે કિશોરીને લોભામણી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ બન્નેની જ્ઞાતી અલગ હોય તથા કિશોરીની ઉંમર નાની હોય તેથી તેને લગ્ન કરવાની લાલચ આપી તેણીને ભગાવી સુરત લાવવામાં આવી હતી. અને અહી સચિન વિસ્તારમાં એક મકાન ભાડે રાખી બંને રહેવા લાગ્યા હતા. આરોપીની પોલીસે ઉલટ તપાસ કરતા કિશોરીને બતાવેલા સરનામે રાખેલી હોવાનું જણાવતા પોલીસે તાત્કાલીક આ સ્થળે જઈ કિશોરીને સહી-સલામત મુક્ત કરાવી હતી.
<