નવી દિલ્હી: ટ્વિટર (Twitter) અને ફેસબુકની (Facebook) પેરન્ટ કંપની મેટામાં (Meta) જાણે હજુ સુધી છટણીનો દોર અટકયો જ નથી તેવું લાગી રહ્યું છે. મંગળવારના રોજ ફેસબુરની પેરન્ટ કંપની મેટામાં 10000 લોકોને છટણી કરવામાં આવી છે. આ ઉપરાંત 5000 નવા એમ્પ્લોયને હાયર કરવાના હતા તે કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે. કંપનીએ છટણી કરવા પાછળનું કારણ કંપનીને થઈ રહેલું નુકશાન કહ્યું છે.
- 5000 નવા એમ્પ્લોયને હાયર કરવાના હતા તે કામગીરી પણ અટકાવી દેવામાં આવી
- કંપની પોતાના વર્ષ દરમ્યાન ખર્ચ પર પણ અંકુશ મૂકવા માગે છે
- એપ્રિલ મહિનાના અંત સુધીમાં તેમના ટેક ડિપાર્ટમેન્ટમાં ફરીથી છટણી કરી શકે છે
આ ઉપરાંત કંપની હવે પોતાના વર્ષ દરમ્યાન ખર્ચ પર પણ અંકુશ મૂકવા માગે છે. જાણકારી મળી આવી છે કે વર્ષ 2023માં કંપની પોતાનો ખર્ચ 86 બિલિયન ડોલરથી 92 બિલિયન ડોલર વચ્ચે કરવા માગે છે. કંપનીએ કોશિશમાં લાગી છે કે તેઓ પોતાનો ખર્ચ 3થી5 બિલિયન ડોલર ઓછો કરે. આ ઉપરાંત કંપની આગામી સમયમાં નોકરી માટે જે વેકેન્સી આવવાની હતી તેના પર પણ તેણે રોક લગાવી છે.
કંપની પાસેથી જાણકારી મળી આવી છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં તેમના ટેક ડિપાર્ટમેન્ટમાં ફરીથી છટણી કરી શકે છે. ટેક ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો તેની શરુઆત વર્ષ 2022માં કરવામાં આવી હતી. ત્યારથી જ 280000થી પણ વધારે કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતા. આ સંખ્યાની 40 ટકા છટણી માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ કંપનીના શેર 6 ટકા ઉછાળા સાથે ખુલ્યા હતા.
સિલિકોન વેલી બેંકની નાદારી પછી વિશ્વભરનું બજાર તૂટયું
યુએસમાં કંપનીઓએ જાન્યુઆરીમાં 1,02,943ની સરખામણીએ ફેબ્રુઆરીમાં 77,770 નોકરીઓમાં કાપ મૂક્યો હતો, જ્યારે IT કંપનીઓ છટણીની રેસમાં આગળ રહી હતી, IT કંપનીઓએ ગયા મહિને 21,387 નોકરીઓમાં કાપ મૂક્યો હતો, જે કુલ કાપના 28 ટકા છે. તેની અસર હવે ધીમે ધીમે બજારમાં પણ જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે સિલિકોન વેલી બેંકની નાદારી પછી વિશ્વભરનું બજાર તૂટયું છે. ભારતીય બજારમાં પણ જબરદસ્ત નુકસાન જોવા મળ્યું છે.