31મી જાન્યુ. ‘ગુજરાતમિત્ર’ દૈનિકની રવિવારીય પૂર્તિ અંતર્ગત શ્રી વિન્સી મર્ચન્ટના કબીરા ખડા બાજારમેં પારસી કોમની વસ્તી ઇરાનમાં વધી રહી છે. પારસી કોમ એક અત્યં મૃદુ સ્વભાવની, નરમ અને મીઠી બોલી બોલતી કોમ છે.
સંજાણ બંદરે જાદે રાણાના રાજ્યમાં આવી દૂધમાં સાકર ભળે એમ આપણા દેશમાં (મહદ્અંશે ગુજરાતમાં) ભળી ગયા. પારસી કોમે અનેક મહાન વ્યક્તિઓની ભેટ આપણા દેશને ધરી છે. જેમાં વૈજ્ઞાનિકથી આરંભીને ઉદ્યોગકર્તા, નાટ્યકાર વિ.નો સમાવેશ થાય છે. એમના દ્વારા બોલાયેલું મીઠડું ગુજરાતી કણૂપ્રિય લાગે!
પારસી બાનુઓની અત્યંત કિંમતી ગારા સાડી પારસી કોમની આગવી ઓળખ છે. નવરોઝ અને પતેતી જેવા તહેવારો એમની આગવી શૈલીથી ઉજવાય છે. આપણા જ શહેરના શ્રેષ્ઠ નાટ્યકાર આદરણીય યઝદી કરંજીયા સર આપણા શહેરનું અનોખું ગૌરવ છે. સદાય સ્મિત સભર અને રજુજી સ્વભાવ પારસી કોમના રક્તમાં વહે છે. સાલસતા અને સહકાર પારસી કોમની ઓળખ છે. વિશ્વના સમગ્ર પારસી બંધુઓને સલામ.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.