SURAT

સુરતમાં હવે તોડબાજ કોર્પોરેટર પકડાયો, પક્ષે સસ્પેન્ડ કર્યો

સુરતમાં તોડબાજ પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસની નજર હવે તોડબાજ રાજકારણીઓ પર પણ લાલ આંખ કરી છે. સુરત પોલીસે આજે તોડબાજ કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે કાર્યવાહી કરી છે. શહેરના મોટા વરાછામાં પતરાંના ડોમ બનાવનાર પાસેથી કોર્પોરેટરને ખંડણી માંગવી ભારે પડી છે. પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

રાજેશ મોરડીયાએ રૂપિયા આપી દો નહીંતર તમારે ત્યાં પાલિકાની દબાણ શાખાને મોકલીને ડિમોલિશન કરાવી દેવાની ધમકી આપી એક લાખ પડાવ્યા હતાં. ખંડણીખોર કોર્પોરેટર રાજુ મોરડીયા પર બે ફરિયાદ દાખલ થતા ધરપકડ કરવામાં આવી છે. રાજેશ મોરડીયાએ અન્ય એક ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને 50 હજાર પડાવ્યા હતાં.

કોર્પોરેટર રાજુ મોરડીયા દ્વારા અનેક લોકોને બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સાથે સુરત પોલીસે બનનારને પોલીસનો સંપર્ક કરવા જાહેરાત કરી હતી. તોડબાજો અને નકલી પત્રકારો બાદ હવે કોર્પોરેટર પણ ખંડણીના ગુનામાં પકડાઈ જતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

બીજી તરફ રાજુ મોરડીયા સામે કાર્યવાહી થતાં આમ આદમી પાર્ટી દ્વારા તેમને પક્ષમાંથી 21 એપ્રિલ, 2023 ના રોજ પાર્ટીના દરેક હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી તે સમયે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલા હતાં. રાજેશભાઈ મોરડીયા સાથે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top