વડોદરા : મહાનગર પાલિકાનો વર્ષ 2020- 21નો ઓડિટ રિપોર્ટ ઓડિટર એચ એમ રાવે સ્થાયી સમિતિમાં રજુ કર્યો છે.જેમાં પાલિકાના વિવિધ વિભાગોએ એડવાન્સમાં લીધેલી રકમ પૈકી રૂપિયા 56.33 કરોડનો આજદિન સુધી હિસાબ મળતો નથી. જેને કારણે નાણાકીય ગોટાળા થયા હોવાનું બહાર આવ્યું છે. તેમજ 2020 – 21 ના રૂપિયા ૪.૮૫ કરોડનું કપાત કરી છે. મહાનગર પાલિકાના વિકાસના કામો હોય કે પછી મેન્ટેનન્સ ઇલેક્ટ્રીક બિલ, ડામર ખરીદી,પેટ્રોલ ડીઝલ ખરીદી વગેરે કામો માટે એડવાન્સ રકમ વિભાગોને આપવા છે.
મહાનગર પાલિકાનો ઓડિટર એચ એમ રાવે વર્ષ 2020 21 નો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં એડવાન્સ રકમ લીધા બાદ જમાં નહીં કરાવતા રૂપિયા ૫૬.૩૩ કરોડ નો હિસાબ આજદિન સુધી મળતો નથી .વિવિધ વિભાગો દ્વારા લેવામાં આવતી એડવાન્સ રકમ જમા ખર્ચ હિસાબો 30 દિવસમાં રજૂ કરવાનો અંગેનો પરિપત્ર છે .તેમ છતાં પણ વર્ષોના વર્ષો સુધી હિસાબો રજૂ કરવામાં આવતા નથી. એડવાન્સ રકમ ના હિસાબો 42 પણ ૨૯ ટકા પર પહોંચી ગયો છે. ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું છે કે વિવિધ ખાતાઓ તરફથી કોન્ટ્રાક્ટર જે બિલ રજૂ કરવામાં આવ્યા છે તેમાં અનેક વખત નિષ્કાળજી અને નિયમ કરતાં વધુ નાણાં ચૂકવવાની પહેરવી થયું હોવાનું પણ બહાર આવ્યું છે.
ઓડિટ વિભાગે 41.261 બિલોની ચકાસણી કરતા રૂપિયા 4.86 કરોડની રકમ વધુ ચૂકવવાની પેરવી થઇ હોવાનું જણાઇ આવ્યું છે.જેને ધ્યાનમાં રાખી ઓડીટ વિભાગે રૂપિયા ૪.૮૫ કરોડનું કપાત કરી છે. કેટલાક કિસ્સામાં તો એક જ કામના બે વખત બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું છે. ઢોર ડબ્બામાં ઘાસચારા સપ્લાયનું રૂપિયા 1.87 લાખનો મંજૂરી માટે બે વખત રજુ થયું હતું એ જ પ્રમાણે કર્મચારી પેન્શન કેસ મંજુર થયા બાદ હિસાબી શાખા દ્વારા ઠરાવ પસાર કરી તે વખતે આધારે ગ્રેજ્યુટી થી બેરણા યાદી રજૂ કરવાનો નિયમ છે.જેમાં પણ ગ્રેજયુટી ચુકવણી નું બિલ રૂપિયા 12.30 લાખ હતું તેના બદલે રૂપિયા 1.20 કરોડનું બિલ બન્યું હતું એની ગંભીર જણાઈ આવી. એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પણ કેટલાક ભાગોમાં ગોટાળા જણાઈ આવતા અંદાજે રૂપિયા 1.71 કરોડની કપાત કરવામાં આવી હોવાનું પણ ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું છે.