Vadodara

પાદરા વડુ પંથકમાં વાવાઝોડાના પ્રકોપથી ઊનાળુ પાકને વ્યાપક નુકશાન

પાદરા: પાદરા વડુ પંથકમાં તાઉતે વાવાઝોડા ના પ્રકોપ થી ઉનાળુ પાક ને વ્યાપક નુકશાન થતા ખેડૂતો પારાવાર મુશ્કેલી માં મુકાયા છે. જેમાં ખાસ કરીને બાજરી અને ડાંગર ના પાકને વ્યાપક નુકશાન થવાથી તાલુકાના ખેડૂતો ની હાલત બેહાલ જેવી થવા પામી છે. ત્રણ ઇંચ જેટલો વરસાદ થવાથી ખેડૂતો સૌથી વધારે પ્રભાવિત થયા છે.

આ ઉપરાંત આંબા ઉપર થી દેશી કેરીઓ ટપોટપ નીચે ખાબકી હતી. અને શાકભાજી ના પાકને પણ અસર થતા આ અછત અઠવાડિયા સુધી સર્જાવાની દહેશત વર્તાય છે. હાલ માં નુકશાન નો અંદાઝ મળી શકે તેમ નથી. જોકે લાખો રૂપિયા નો અંદાઝ મેળાઈ રહ્યો છે.                       

પાદરા વડુ પંથક માં બાજરી તેમજ ડાંગર ના પાકનો સોથ બળી જતા કોઈ ઉપજ થાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી. તૈયાર થવા આવેલી બાજરીના છોડ ભારે તેજ પાવનોના કારણે ભોંય ભેગા થઈ ગયા છે. તેની ઉપર વરસાદ તૂટી પડ્યો હતો. જેથી બાજરીના ડુંડામાં તૈયાર થયેલા દાણા નો નાશ થવા પામ્યો છે.

ખેડૂત પરિવાર સૂત્રો માંથી મળતી વિગત મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં તીવ્ર વાવાઝોડું બાદ ભારે વરસાદ થવાથી ખેડૂતો નો પાક નિષ્ફળ ગયો છે. હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા આગામી ચોમાસામાં સીઝન માં વાવણી માટે બિયારણ નો ખર્ચો પણ કરી શકાય તેવી હાલત રહી નથી. હાલના તબક્કે ખાતર , પાણી, અને દવાનો ખર્ચ તેમજ કાળી મજૂરી માથે પડી છે. તેજ પવન ના કારણે બાજરી અને ડાંગરના છોડ ઢળી પડવાથી પરિવારોમાં ચિંતાની લાગણી સર્જાઈ છે.

Most Popular

To Top