SURAT

ગેરકાયદે નળ અને ડ્રેનેજ જોડાણ કાયદેસર કરવા માટેની અરજી કરવાની તારીખ ફરીવાર લંબાવી

સુરતઃ શહેર(SURAT CITY)માં તમામ રસ્તા(ROAD)ઓને હવે આરસીસી (RCC) કરવાના ધ્યેય સાથે આગળ વધી રહેલા શાસકોએ શહેરની તમામ મિલકતો(BUILDING)માં પાણી અને ગટર કનેક્શન (DRAINAGE CONNECTION) કાયદેસર (ILLEGAL) રીતે લેવાઇ જાય તો પછી વારંવાર રસ્તાઓ ખોદવા ના પડે તેવા આશયથી ગેરકાયદે નળ અને ડ્રેનેજ જોડાણ કાયદેસર કરવા માટેની સ્કીમમાં અરજી કરવાની તારીખ ફરીવાર લંબાવી છે. આ ઉપરાંત પેનલ્ટીમાં તદ્દન માફી અને કનેક્શન ચાર્જમાં 50 ટકા રાહત વગેરેની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ લોકો આ સ્કીમનો લાભ લેવા પ્રેરિત થાય.

શાસકો દ્વારા કરાયેલા નિર્ણય મુજબ બીયુ સર્ટિ. વગરની મિલકતોમાં કનેક્શન લેવા માટેની જે કટ ઓફ ડેઇટ હતી તે અને ગટર કનેક્શન કાયદેસર કરવાની સ્કીમની કટ ઓફ ડેઇટ પણ લંબાવી દીધી છે. અને કનેક્શનના ચાર્જમાં પ૦ ટકાની રાહત આપવા સાથે પેનલ્ટી પણ રદ કરવાનો નિર્ણય લેવાય છે. હવે મિલકતદારો ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં પોતાનું કનેક્શન કાયદેસર કરાવી શકશે. જો કે, એ હકીકત છે કે, મનપા દ્વારા વખતો વખત કનેક્શન કાયદેસર કરવા માટેની કટ ઓફ ડેટમાં ‍વધારો કરવા છતાં કોઇ સફળતા મળી નથી. પાણી, ડ્રેનેજનાં કનેક્શન કાયદેસર કરવાની અંતિમ તા.૩૧-૩-૨૦૨૧ જાહેર કરવામાં આવી હતી. જે હવે લંબાવાઇ છે તેમજ નિયત કરેલા ચાર્જમાં ૫૦ ટકાની રાહત આપવા સાથે પેનલ્ટીમાં પણ રદ કરી દેવાનો નિર્ણય શાસકો દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ કવાયતમાં ડામરથી બનતા રસ્તા વારંવાર તૂટી જતા ખર્ચ વધે છે અને પ્રજાએ પણ હાડમારી ભોગવવી પડે છે, તે સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમામ રસ્તા ડામરની જગ્યાએ આર.સી.સી. બનાવવાનું નક્કી કરાયું છે.

જેની શરૂઆત કોટ વિસ્તારના તમામ રસ્તા આર.સી.સી. કરીને થશે. કેમ કે, સેન્ટ્રલ ઝોનની વર્ષો જૂની પાણી અને ડ્રેનેજની લાઇન બદલવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. દરમિયાન લોકોને ગેરકાયદે કનેક્શન કાયદેસર કરવાની વધુ એક તક મળી રહે એ માટે કટ ઓફ ડેટમાં વધારો કરાયો છે. આર.સી.સી. રોડ બન્યા બાદ જો કોઇ વ્ય‌ક્તિ કનેક્શન કાયદેસર કરવા માટે અરજી કરશે તો તેમની પાસે બમણો ચાર્જ વસૂલ કરવામાં આવશે.

Most Popular

To Top