Charchapatra

ગુજરાતમાં એક્સપ્રેસ હાઇ વે નેટવર્ક વધવું જોઇએ

એકસપ્રેસ હાઇ વે આજના નવા યુગ માટે વરદાનરૂપ છે. આજના મોંઘા પેટ્રોલના ભાવને ધ્યાનમાં લઇ એકસપ્રેસ હાઇ વે એક લાઇફલાઇનનું કામ કરે છે. ગુજરાતમાં એક જ એકસપ્રેસ હાઇ વે છે. જયારે યુ.પી. અને મહારાષ્ટ્ર સરકાર ખૂબ જ આગળ વધી ગઇ છે. ગુજરાતને પણ વધારે એકસપ્રેસ હાઇ વે મળે એની ખૂબ જ જરૂર છે. આનાથી ઉદ્યોગ અને કનેકટીવીટી વધુ આસાન થઇ જાય છે. એ પણ ધ્યાન રાખવું જરૂરી છે ફોરલેનના એકસપ્રેસ હાઇ વે હોવા જોઇએ. આવનજાવન માટે તેમાં એક લેન ફકત ભારે વાહનો માટે બીજી લેન ફકત ખાનગી વાહનો માટે એકસીડન્ટ મર્યાદામાં જ થાય અને સફર આસાન થઇ જાય અને બધા એકસપ્રેસ હાઇ વે સીસીટીવી અને સીએનજી પેટ્રોલ અને આવનાર સમયમાં ઇલેકટ્રીક વાહનો માટેની સુવિધા આવરી લેવી જોઇએ. આ કામ ગુજરાત સરકારે હવે ઝડપથી કરવાનું જરૂરી છે.
સુરત              – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતી દૂરદર્શન પર તરાને પુરાને કાર્યક્રમ
દૂરદર્શન ગિરનાર પરથી રોજ સાંજે 6.30 થી 7 સુધી તરાને પુરાને કાર્યક્રમમાં જૂની ફિલ્મોનાં ગીતો પ્રસારિત થાય છે. પરંતુ તેમાં ઘણી વખત તરાને પુરાને હોતાં નથી અને તેમાં મોટા ભાગે 1990 પછી રજૂ થયેલ ચિત્રપટોનાં ગીતો મૂકવામાં આવે છે જે અજાણ્યા તેમજ બિનલોકપ્રિય હોવાથી કાર્યક્રમ સાંભળવાની મજા ઊડી જાય છે. આ કાર્યક્રમમાં 1950 થી 1980 સુધીની ફિલ્મો જેવી કે આહ, શ્રી420, આવારા, ચોરી ચોરી, હમલોગ, દો બીંઘા જમીન, ભાઇ ભાઇ, મા-બાપ, ભાભી, અનાડી, જંગલી, દુશ્મન, બૈજુબાવરા, ચિરાગ કહાં રોશની કહાં, નાગીન, ઉપાસના, ચલતી કા નામ ગાડી, કોહીનૂર, મધુમતી, બાવરચી, ગૃહસ્થી, સૂરજ, ધૂલ કા ફૂલ, આરાધના, શર્મિલી, જવેલ થીફ, જોની મેરા નામ, નાગીન, આનંદ, ફિલ્મોનાં ગીતો પ્રસારિત થવાં જોઇએ. તેનાં ગીતો જાણીતાં તથા લોકપ્રિય છે. આ ગીતો સાંભળવાનું ગમે. ટી.વી. બંધ કરી દેવાનું મન ન થાય. આ કાર્યક્રમ મુંબઇ દૂરદર્શન પ્રસ્તુતિ છે. જો ગિરનાર દૂરદર્શનથી આ ફેરફાર શકય ન હોય તો મુંબઇ દૂરદર્શને આ ફેરફારનો અમલ કરવો જોઇએ.
પાલનપુર  – અશ્વિન ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top